તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સુરતના ડિંડોલીમાં લોન એજન્ટ હનીટ્રેપના કેસમાં બે વર્ષથી નાસતી ફરતી મહિલાની ધરપકડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • લોન લેવાને બહાને એજન્ટને ઘરે બોલાવ્યા બાદ 41 હજાર પડાવ્યા હતા

સુરત શહેરના ડિંડોલી કરાડવા રોડ વિસ્તારમાં બે વર્ષ પહેલા લોન એજન્ટને લોન લેવાને બહાને ઘરે બોલાવ્યા બાદ હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 41 હજાર પડાવી લી હતા. આ કેસમાં પોલીસે જેતે સમયે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે હવે નાસતી ફરતી વધુ એક મહિલા આરોપીની ધરપકડ કરી છે.

મહિલા અને તેના ત્રણ સાગરીતોએ મળી લોન એજન્ટને ફસાવ્યો હતો
ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ ડિંડોલી કરાડવા રોડ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી વિજેતા ઉર્ફે વિનીતા સંજય વસંત કુંભારે (ઉ.વ.36)એ લોન લેવાને બહાને લોન એજન્ટને ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ તેના સાગરીત ગુડ્ડી, ઉમેશ અને સોનું છપરી સાથે મળી લોન એજન્ટને ખોટા ખેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા 41 હજાર પડાવ્યા હતા.

સોસાયટી બદલીને ભાગતી ફરતી રહેતી હતી
લોન એજન્ટને પોતાને હનીટ્રેપમાં ફસાવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી બે વર્ષ પહેલા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. દરમિયાન સર્વલન્સ સ્ટાફે બાતમીના આધારે બે વર્ષથી નાસતી ફરતી વિજેતા ઉર્ફે વિનીતા કુંભારે (રહે,આંગમ રેસીડેન્સી સીલીકોન પામની બાજુમાં ડિંડોલી)ની ધરપકડ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો