કાર્યવાહી:વેસુ-મગદલ્લાના ડીએમડી પાર્ટી પ્લોટ અને ધ સ્ટ્રીટ ફીલી સહિતના 5 આયોજકોની ધરપકડ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બર્થ ડે પાર્ટીની આડમાં ક્રિસમસ-ન્યૂ યરની પાર્ટીનું આયોજન કરનારા સામે તવાઈ
  • કાર્યક્રમોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ધજાગરા ઉડતાં કાર્યવાહી કરાઈ

ઉમરા પોલીસની હદમાં 3 ક્રિસમસની પાર્ટીઓનું આયોજન કરાયું, આ બાબતે પોલીસ પાસે પરમિશન પણ લેવામાં આવી હતી અને બાદમાં ત્રણેય આયોજકો પોલીસના જાહેરનામાને ઘોળીને પી ગયા હતા. ઉમરા પોલીસે પરમિશન તો આપી પરંતુ પાર્ટીઓમાં પોલીસે ચેકિંગ કરવા તસ્દી કેમ ન લીધી તે એક ગંભીર બાબત છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાઇરલ થયા પછી ઉમરા પોલીસને ખબર પડી હતી. આ ત્રણેય પાર્ટીઓના આયોજકોએ ઉમરા પોલીસની પરમિશન તો લીધી પરંતુ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું ન હતું.

આથી ઉમરા પોલીસે વિડીયોના આધારે ગુનો નોંધ્યો છે. જેમાં ડી.એમ.ડી પાર્ટી પ્લોટમાં ક્રિસમસની પાર્ટીનું આયોજન કરનાર આયોજક હિતુલ જોષી (20) (રહે, નિલકંઠ સોસા, સુમુલડેરી રોડ), ટ્યુશન કલાસીસ ચલાવતા દિપક અગ્રવાલ (39)(રહે, ભગવતી દર્શેન એપાર્ટ, ભટાર) અને આયોજક કશીશ સોમાની (22) (રહે, ગોકુલ રો હાઉસ, ઉમરા)ની ધરપકડ કરી છે. જયારે બીજા બનાવમાં ધ સ્ટ્રીટ ફીલી દ્વારા વેસુ એસ.ડી. જૈન સ્પોટર્સ ગ્રાઉન્ડમાં ક્રિસમસની પાર્ટી યોજાઈ હતી.

જેનો પણ વિડીયો વાઇરલ થયો હતો. રવિવારે ઉમરા પોલીસે આયોજક રજત બંસલ (24) (રહે, શ્યામવીલા, વીઆઇપી રોડ, વેસુ)સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. ત્રીજા બનાવમાં વેસુ એક્ઝોલ્ટ શોપર્સ બેંકવેટ હોલમાં ક્રિસમસની પાર્ટીના આયોજક કુશાલ કમલેશ જૈન (20)(રહે, મહાવીર સોસા, ઉધના)ની ગુનો નોંધી ધરપકડ કરી છે. કુશાલ જૈન અભ્યાસ કરે છે.

પાર્ટીમાં પોલીસને નિયમ ભંગ દેખાયો પણ સરકારી કાર્યક્રમમાં આંખ મીંચી
કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં શહેર પોલીસની બેવડી નીતિ વધુ એકવાર સામે આવી છે. એકબાજુ ક્રિસમસની ડી.જે પાર્ટીઓના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે તાત્કાલિક 5 આયોજકો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. બીજી તરફ રવિવારે સાઈક્લોથોનના સરકારી કાર્યક્રમમાં 7500થી વધુ લોકો એક જ સ્થળે ઉમટી પડયા હતા. જેમાં મોટેભાગના લોકો માસ્ક વગર હતા તથા સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઊડી ગયા હતા. તેમ છતાં પોલીસે આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી. હાલમાં દેશભરમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે વડાપ્રધાન મોદીએ કોરોના ગાઈડલાઈન્સનું કડકપણે પાલન કરવા લોકોને અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...