તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:BMW લઈ ડુમસમાં ફરવા ગયેલા 2 વિદ્યાર્થીની ધરપકડ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કર્ફ્યુ ભંગના ગુનામાં પોલીસે 3 સામે કાર્યવાહી

ડુમસ ચોપાટી પર વહેલી સવારે ફરવા આવેલા બે વિદ્યાર્થીઓ ઉપરાંત ડુમસ રોડની હોટેલમાં મિત્રને મુકવા ગયેલા પ્રોડયુસરની ધરપકડ થઈ છે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કફર્યુ હોય છતાં બે વિદ્યાર્થી 27મી તારીખે રવિવારે વહેલી સવારે બીએમડબલ્યુ કારમાં ફરવા નીકળ્યા હતા. આ સમયે ભીમપોર ફાટા પાસે ડુમસ પોલીસ ચેકિંગમાં ઊભી હતી. આ દરમિયાન બીએમડબલ્યુના ચાલકને અટકાવી તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે ડુમસ ચોપાટી ફરવા માટે નીકળ્યા હોવાની વાત કરી હતી.

જો કે નવાઇની વાત એે છે કે, બન્ને વિદ્યાથીઓ વેસુ વીઆઈપી રોડથી છેક ભીમપોર સુધી પહોંચી ગયા છતાં રસ્તામાં તેને પોલીસે અટકાવ્યા ન હતા છેવટે ડુમસ પોલીસે જાતે ફરિયાદી બની રૂષવ સત્યનારાયણ કજારીયા (રહે, પુષ્ણભૂમિ એપાર્ટ, વીઆઇપી રોડ) અને રિતીક શેખર જાદુકા(રહે, મુનલાઇટ રેસીડન્સી, વેસુ)ની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી. અન્ય એક ગુનામાં 26મી તારીખે મોડીરાત્રે સાયલન્ટ ઝોન પાસેની હોટેલમાં એક મિત્રને ઉતારી કાર ચાલક ઘરે જઈ રહ્યો હતો

રસ્તામાં રાત્રીના 10.30 વાગ્યે ડુમસ પોલીસે તેની કાર અટકાવી પૂછપરછ કરી હતી. જેમાં યુવક તેના મિત્રને મુકવા આવ્યો હોવાની વાત કરી હતી. જો કે કફર્યુ ભંગ થતા ડુમસ પોલીસે જાતે ફરિયાદી બની એડ પ્રોડયુસર નશલી તેમુરસ ભેસાણીયા(રહે, એવ્યુલેશન એપાર્ટ,વેસુ)ની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો