તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોસિલિઝુમેબ કૌભાંડ:કેમિસ્ટ સહિત 2ની ધરપકડ, અન્ય 1 ડોક્ટરની પણ સંડોવણી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત જનરલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરના સંચાલક મયંકે પ્રિસ્ક્રીપ્શન વગર વેચ્યું હતું

અઠવાની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની મેડિકલ ઓફિસર ડો.હેતલ કથીરીયાના ટોસિલિઝુમેબ કૌભાંડમાં સુરત જનરલ હોસ્પિટલના મેડિકલ સંચાલક સહિત વધુ બે જણાની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. બીજી તરફ ડો. હેતલના કહેવાથી વિજય કુંભાણીને ટોસિલિઝુમેબ વચેટીયા રામાણી મારફતે પરવટની હોસ્પિટલના ડોક્ટરે મોકલાવ્યું હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે. ટોસિલિઝુમેબ કૌભાંડમાં SOGએ ડો.હેતલ કથીરીયાના પિતા રસીકને ટોસિલિઝુમેબ સાથે પકડ્યો હતો. બાદ વ્રજેશ મહેતાની તપાસમાં આ ઈન્જેકશન સુરત જનરલ હોસ્પિટલની મેડિકલ સ્ટોરમાંથી લાવ્યાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે મેડિકલ સ્ટોરના સંચાલક મંયકની પૂછપરછ કરી હતી.

પોલીસે ડ્રગ્સ ઈન્સ્પેકટરને સાથે રાખી દુકાનમાં સ્ટોકની તપાસ કરી હતી. જેમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન સ્ટોકમાં હતું. પરંતુ મયંકે વ્રજેશને પ્રિસ્કિપ્શન વગર આ ઇન્જેક્શન આપ્યું હતું. જેથી પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે. જ્યારે 28મી તારીખે ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આઇસીયૂમાં જે પેશન્ટ દાખલ હતો તેને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન લખી અપાયું હતું. પછી આ ઇન્જેક્શન ડો.હેતલના રેફરન્સથી વિજય કુંભાણીએ 2.30 લાખની રકમ લઈ પેશન્ટના સંબંધીને તેના વોટર પ્લાન્ટ પરની ઓફિસ પરથી આપ્યું હતું. ઉમરા પોલીસે વિજયની ધરપકડ કરી ટોસિલિઝુમેબ ઇન્જેકશનોની ખાલી બોટલ, ઢાંકણ અને બોક્ષ પેશન્ટના સંબંધી પાસેથી કબજે કર્યુ છે. વિજયની પૂછપરછમાં રામાણી નામના શખ્સનું નામ સામે આવ્યું હતું.

જેથી પોલીસે રામાણીના ફોન નંબર આધારે તેના સુધી પહોંચી હતી. રામાણી તો માત્ર વચેટિયો છે અને તે માત્ર પરવટના એક ડોક્ટરના કહેવાથી વિજયને ઇન્જેક્શન આપવા આવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે. જો કે સંડોવણીની તપાસ ચાલી રહી છે. હવે ડોકટરની શોધખોળ કરી રહી છે. ડોકટરે વિજયને ઇન્જેક્શન આપવા માટે રામાણી નામના એક વચેટીયાને મોક્લ્યો હતો. જેમાં એકનું નામ મયંક મહેશ જરીવાલા(57)(રહે,સોહમ રેસી.લાલ દરવાજા) છે અને બીજાનું નામ વિજય અરજણ કુંભાણી(42)(રહે,સાનીધ્ય રેસીડન્સી, પરવટપાટિયા, મૂળ રહે, કેશોદ જુનાગઢ) છે. કૌભાંડમાં ઉમરા પોલીસે રસીક, તેની હેતલ અને વ્રજેશ ત્રણેય પોલીસ રિમાન્ડ પર છે.

ટ્રાઈસ્ટાર હોસ્પિટલના ત્રીજા માળે ICUના CCTVની તપાસમાં મહત્વની કડી મળી શકે
ટોસિલિઝુમેબ કાળાબજારીમાં સૂત્રધાર ટ્રાઈસ્ટારની ડો. હેતલ કથીરીયા છે. ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં તે ત્રીજા માળે આઈસીયુમાં ફરજ બજાવતી હતી. ટ્રાઈસ્ટાર હોસ્પિટલના ત્રીજા માળે આવેલા આઈસીયુના સીસીટીવી કેમેરાની તપાસ કરાય તો ડો.હેતલની ઘણી બધી હકીકતો સામે આવી શકે છે. એટલું જ નહિ ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં એટલે કે એપ્રિલમાં કેટલા પેશન્ટોને ટોસિલિઝુમેબ અપાયા તે હકીકતો આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...