બિઝનેસ:કાપડ માર્કેટમાં અંદાજે 500 કરોડથી વધુના છેતરપિંડીના બનાવો અટકાવવા ‘અર્જુન’ મોબાઈલ એપ ઉપયોગી થશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 175 માર્કેટના 80 હજાર વેપારીઓને ડિજિટલી સાંકળી લેવામાં આવશે

ફોસ્ટા, એસજીટીટીએ, સૌરાષ્ટ્ર ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન અને વેપાર પ્રગતિ સંઘ પછી માર્કેટના વેપારીઓ માટે નવી સંસ્થા સુરત મર્કન્ટાઈલ એસોસિએશન કાર્યરત થઈ છે. જેણે અર્જુન નામની મોબાઈલ એપ બનાવી છે. જેના આધારે કાપડ માર્કેટમાં થતી ઠગાઈને અટકાવી શકાશે તેમજ માર્કેટમાં જોબને લગતી માહિતી પણ એપ થકી લોકોને મળી શકશે. સુરત મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું કે, ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓના હિત માટે કાર્ય કરતી ઘણી સંસ્થાઓ છે પરંતુ 175 માર્કેટ સાથે સંકળાયેલા 80,000 વેપારીઓને ડિજિટલી સાંકળીને તે વેપારી કેવો છે તેની તમામ વિગત એપ્લિકેશન થકી તે એપનો ઉપયોગ કરનારને મળશે.

ઠગાઈ કેસમાં 70 ટકા ભૂલ વેપારીની હોય
એસએમએના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું કે, જે માર્કેટમાં ચિટીંગના ગુના બને છે અને વેપારી છેતરાય છે. તેમાં 70 ટકા ભૂલ વેપારીની જ હોઈ છે. વેપારી કેવો છે, તેનો વેપારનો ટ્રેક રેકોર્ડ કેવો હોઈ છે. તેની પૂરતી તપાસ કર્યા વગર અમુક વેપારીઓ વેપાર કરી નાંખતાં હોઈ છે અને પેમેન્ટ ફસાઈ છે.

એપ્લિકેશન આવી રીતે કામ કરશે
એસએમએના જિતેન્દ્ર સુરાણા અને ગૌરવ ભસીન જણાવે છે કે, સુરત મર્કન્ટાઈલ એસોસિએશન સાથે 30,000 વેપારી સંકળાયેલા છે.અમે માર્કેટમાં દરેક વેપારીઓની નોંધણી સોમવારથી શરૂ કરી રહ્યા છે. જેમાં તેમના પાનકાર્ડ, આધારકાર્ડ સહિત તેનો વેપારનો ટ્રેક રેકોર્ડ સહિતની માહિતીઓનો સમાવેશ કરીશું. જેની ખરાઈ અમારા વિવિધ માર્કેટના એડમિન કરશે. એડમિનના એપ્રુવલ બાદ રજિસ્ટ્રેશન કરનાર વેપારીની માહિતી એપ્લિકેશન પર ચઢાવવામાં આવશે. માહિતીના આધારે વેપારીને રેટિંગ પણ આપવામાં આવશે. જેથી પેમેન્ટ સંબંધી માહિતીઓમાં વેપારી ખરેખર કેવો છે. તેની માહિતી એપ્લિકેશન યુઝ કરનારને મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...