રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોના નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. વર્ષ 2019ના લોકસભા ઇલેક્શનના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકમાં એક સભા દરમિયાન બધા મોદી ચોર હોવાના કરેલા વિવાદિત નિવેદન બાદ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા અત્રેની કોર્ટમાં કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે શુક્રવારના રોજ દલીલો પુરી થઈ હતી. હવે આ કેસમાં સંભવત: આગામી 23મી માર્ચ રોજ ચુકાદો આવી શકે. આથી રાહુલ ગાંધી આ કેસમાં ત્રીજીવાર સુરતની કોર્ટમાં હાજર રહે એવી શક્યતા છે.
આજે રાહુલ ગાંધી તરફેની પોતાની દલીલો દરમિયાન એડવોકેટ કીરીટ પાનવાલાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી ભારત દેશના તમામ નાગરિકોને જ્ઞાતિ-સમાજના ભેદભાવ વગર પ્રેમ કરે છે અને કદી કોઈ જ્ઞાતિ કે સમાજ વિરુદ્ધ વિધાન કરવાનું સ્વપ્નમાં વિચાર્યું નથી. ફક્ત શબ્દો સાથે ચેડાં કરી કે શબ્દોનું અર્થઘટન ખોટું કરી આ કેમ કરવામાં આવ્યું છે તેવા સંજોગોમાં ન્યાયની માંગ એ છે કે રાહુલ ગાંધીને નિર્દોષ ઠેરવી છોડી મૂકવામાં આવે ફરિયાદી પક્ષે આજે કેતન રેશમવાલાએ કાયદા મુદ્દે રિપ્લાય આપ્યો હતો. હવે આ કેસ સંભવત: 23મીના રોજ ચુકાદો આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.