તસ્કરી:સુરતના ભેસ્તાનમાં વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરનારા ઝડપાયા, લોકોએ CCTVના આધારે 2ને ઝડપી લઈ મેથીપાક આપી પોલીસને સોંપ્યા

સુરત7 મહિનો પહેલા
પેટ્રોલ ચોરીના બનાવો વધતા લોકોએ CCTV ગોઠવીને તસ્કરોને ઝડપી લીધા હતાં.
  • સોસાયટીના લોકો જ ચોરોને બોલાવીને ચોરી કરાવતા હોવાનું તસ્કરોએ કહ્યું

ભેસ્તાનના રામ નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ચોરી થતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા હતાં. સોસાયટીના રહીશો પેટ્રોલ ચોરીથી પરેશાન થઇ ગયા હતાં. આખરે CCTVની મદદથી સોસાયટીના રહીશોએ ચોરને ઝડપી લઈને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ હાથ હળવો કર્યા બાદ પોલીસને સોંપી દીધો હતો. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લોકોએ પકડાયેલા તસ્કરોને મેથીપાક આપીને પોલીસ હવાલે કર્યા હતાં.
લોકોએ પકડાયેલા તસ્કરોને મેથીપાક આપીને પોલીસ હવાલે કર્યા હતાં.

શોખ પૂરો કરવા ચોરી કરતા
લોકોએ ઝડપી લીધેલા શખ્સો પોતાનો શોખ પૂરો કરવા માટે પેટ્રોલની ચોરીમાં જોડાયા હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિક લોકોએ CCTV ગોઠવીને ચોરને ઝડપી પાડી માર મારીને પોલીસને સોંપી દીધો હતો. કુલ કુલ પાંચ લોકો પેટ્રોલ ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે. સ્થાનિક લોકોએ પેટ્રોલ ચોરી કરતા બે ઈસમોને ઝડપી પાડયા છે. અન્ય ત્રણ ઈસમો ફરાર થઈ ગયા છે. CCTVમાં પેટ્રોલ ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.

પકડાયેલા તસ્કરોએ સોસાયટીના લોકો જ ચોરી કરવા બોલાવતા હોવાનું કહ્યું હતું.
પકડાયેલા તસ્કરોએ સોસાયટીના લોકો જ ચોરી કરવા બોલાવતા હોવાનું કહ્યું હતું.

સોસાયટીના લોકો બોલાવતા હતા
પોતાની જ સોસાયટીના કેટલાક લોકો બહારથી પેટ્રોલ ચોરી કરતા યુવકોને બોલાવીને પેટ્રોલ ચોરી કરાવતા હોવાનો જાણવા મળતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ઝડપાયેલા બે ઇસમોને માર મારીને સોસાયટીના કયા લોકો તેમને પેટ્રોલ ચોરી કરવા માટે બોલાવતા હતાં. તે અંગે વારંવાર પૂછ્યું હતું. ચોરી કરતા ઝડપાયેલા બે ઇસમોને માર મારી અન્ય લોકો વિશે પણ પૂછપરછ કરીને પોલીસને સોંપી દીધા હતાં.હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તસ્કરો મોજશોખ માટે પેટ્રોલ ચોરીના રવાડે ચડી ગયા હતાં.
તસ્કરો મોજશોખ માટે પેટ્રોલ ચોરીના રવાડે ચડી ગયા હતાં.