તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:સુરતના વરાછામાં સગાઈ પ્રસંગે સમાજની વાડીમાં ગયેલા યુવકના બુલેટની ચોરી, રેકી કરીને અડધા કલાકમાં ફરાર થયેલા બે CCTVમાં કેદ

સુરત6 મહિનો પહેલા
બુલેટ ચોરવા આવેલા બન્ને યુવકો નજીકના CCTVમાં કેદ થઈ ગયા હતાં.
  • પાર્કિંગની જગ્યાએ રસ્તા પર પાર્ક કરેલા બુલેટની ચોરી

વરાછા વિસ્તારમાં આવેલા મિની બજાર નજીકના પટેલ સમાજના હોલમાં સગાઈનો પ્રસંગ હોવાથી ગયેલા યુવકની બુલેટ ચોરાઈ ગઈ હતી. યુવક સગાઈમાં ગયા બાદ પરત આવ્યો ત્યારે બુલેટ નહોતું. જેથી આસપાસના CCTV ચેક કરતાં બે યુવકોએ અડધો કલાકની રેકી કર્યા બાદ બુલેટ ચોરીના નાસી જતા હોવાનું સામે આવ્યું હતું. યુવકની ફરિયાદના આધારે વરાછા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

રેકી કર્યા બાદ પાર્ક કરેલા બુલેટનો લોક તોડી અથવા ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરી કરાઈ હતી.
રેકી કર્યા બાદ પાર્ક કરેલા બુલેટનો લોક તોડી અથવા ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરી કરાઈ હતી.

મોંઘાદાટ બુલેટની ચોરી
એ.કે.રોડ પર આવેલી ક્ષમા સોસાયટીમાં રહેતા અનિલકુમાર કનુભાઈ ગજેરા હીરાની દલાલી સાથે સંકળાયેલા છે. તેઓ ગત 7મી માર્ચ 2021ના રોજ સગાઈનો પ્રસંગ હોવાથી એસએમસી પાર્ટી પાર્કિંગની સામે આવેલા પટેલ સમાજની વાડીમાં ગયા હતાં. રસ્તા પર બુલેટ પાર્ક કર્યું હતું. જેને અજાણ્યા બે ઈસમો ચોરી કરીને નાસી ગયા હતાં. જેથી તેણે પોલીસમાં ફરિયાદ આપી હતી. તસ્કરોએ 1.20 લાખની કિંમતના 2018ના મોડલના બુલેટની ચોરી ડુપ્લીકેટ ચાવી અથવા તો લોક તોડીને ચોરી કરી હોવાનું કહેવાય છે.

પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

તસ્કરો CCTVમાં કેદ
સગાઈ પ્રસંગ બાદ પટેલ સમાજની વાડીની બહાર નીકળ્યા બાદ અનિલકુમારને જાણ થઈ હતી કે તેમનું બુલેટ ચોરાઈ ગયું છે. આથી આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. જેમાં બે ઈસમો રેકી કરીને બાદમાં અડધો કલાકમાં જ ચોરી કરીને નાસી જતા હોવાના સીસીટીવી કેમરામાં દ્રશ્યો કેદ થયા હતાં. આથી સમગ્ર બુલેટ ચોરીની પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.