નો વેક્સિન નો એન્ટ્રી:સુરત પાલિકાની ઝોન ઓફિસ, બાગ-બગીચા, પ્રાણીસંગ્રહાલય સહિતના સ્થળો ઉપર પ્રવેશવા પહેલાં 2 ડોઝ ફરજિયાત

સુરત19 દિવસ પહેલા
કોર્પોરેશનની મુખ્ય કચેરીની બહાર કચેરીમાં પ્રવેશનાર તમામે બીજો ડોઝ લીધો છે કે કેમ તે અંગેની તપાસ.
  • બે ડોઝ લીધા હોવાના સર્ટિફિકેટ બતાવ્યા બાદ જ પ્રવેશ

સુરત કોર્પોરેશન દ્વારા શહેરીજનો કોરોના વેક્સિનનો બીજો ડોઝ ઝડપથી લઈ લે તેવા સતત પ્રયાસ કરી રહ્યા છે. આજે સવારથી જ કોર્પોરેશનની મુખ્ય કચેરીની બહાર કચેરીમાં પ્રવેશનાર તમામે બીજો ડોઝ લીધો છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. બે ડોઝ લીધા હોવાના સર્ટિફિકેટ બતાવ્યા બાદ તેમણે અંદર પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો. આ સાથે બાગ-બગીચા, પ્રાણીસંગ્રહાલય સહિતના સ્થળો ઉપર પ્રવેશવા પહેલાં 2 ડોઝ અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

બાગ-બગીચા, પ્રાણીસંગ્રહાલય સહિતના સ્થળો ઉપર પ્રવેશવા પહેલાં 2 ડોઝ ફરજિયાત.
બાગ-બગીચા, પ્રાણીસંગ્રહાલય સહિતના સ્થળો ઉપર પ્રવેશવા પહેલાં 2 ડોઝ ફરજિયાત.

જાહેર સ્થળો પર વેક્સિનની માહિતીની તપાસ
આજથી શહેરના બાગ-બગીચા, પ્રાણીસંગ્રહાલય, એક્વેરિયમ તમામ ઝોન ઓફિસ વગેરે સ્થળો ઉપર પ્રવેશવા પહેલાં જ પ્રવેશદ્વાર પાસેથી વેક્સિનેશનને લઈને માહિતી માગવામાં આવી રહી છે. બીઆરટીએસ અને સિટી બસમાં પણ મુસાફરો પાસેથી બંને ડોઝ લીધાના પુરાવા માંગવામાં આવ્યા હતા. કોર્પોરેશન ખૂબ જ સહકારપૂર્વક આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને પૂછપરછ કર્યા બાદ જ પ્રવેશ આપે છે.

વેક્સિન લીધી હોવાની તપાસ બાદ જ પ્રવેશ.
વેક્સિન લીધી હોવાની તપાસ બાદ જ પ્રવેશ.

સોસાયટીઓમાં જઈને રસી આપવાનું શરૂ
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે શહેરમાં પ્રથમ ડોઝના 100% વેક્સિનેશન પૂર્ણ થઇ ગયું છે. સમગ્ર શહેરમાં 6 લાખ જેટલા લોકો હજી બીજો ડોઝ લીધા નથી. દિવાળી વેકેશનમાં ઘણા લોકો દેશના અન્ય રાજ્યમાં ફરીને પરત આવ્યા છે જેને કારણે કોરોના સંક્રમણ વધી શકે તેવી શક્યતાને નકારી શકાય એમ નથી. તેથી અમે દરેક સોસાયટીઓમાં અને મહોલ્લાઓમાં જઈને વેક્સિનનો બીજો ડોઝ આપવાનું શરૂ કર્યું છે.

પાલિકાની ટીમો તૈયાર કરવામાં આવી.
પાલિકાની ટીમો તૈયાર કરવામાં આવી.

લોકો ઝડપથી વેક્સિનનો બીજો ડોઝ લે તેવો હેતુ
વધુમાં જણાવ્યું હતું કે, આજથી તમામ કોર્પોરેશનની કચેરીઓ અને બાગ-બગીચામાં બીજો ડોઝ લીધા હોય તેવા લોકોને પ્રવેશ આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેના પાછળનો એકમાત્ર કારણ એ છે કે લોકો ઝડપથી વેક્સિનનો બીજો ડોઝ લઈ લે. જેથી કોરોના સંક્રમણ ઓછું થાય અને લોકો સુરક્ષિત રહે.