બહારથી આવતા લોકોના ટેસ્ટ:સુરત રેલવે સ્ટેશન પર રોજ 700 ટેસ્ટ થાય છે, ફરીને આવતા લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર

સુરત23 દિવસ પહેલા
રેલવે સ્ટેશન પર ટેસ્ટ માટે મુસાફરોની લાઈનો લાગી રહી છે.
  • એક અઠવાડિયામાં 4900 ટેસ્ટ કર્યા છે પરંતુ એક પણ પોઝિટિવ કેસ મળ્યો નથી
  • પોઝિટિવ કેસ ડિટેક્ટ થતા વ્યક્તિની ઈચ્છા મુજબ અથવા સ્મીમેર કે સિવિલ ખસેડવાની વ્યવસ્થા

ફરવાની મજા બાદ સુરતીઓ હવે રેપીડ ટેસ્ટ માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. સુરત રેલવે સ્ટેશન ઉપર બહાર ગામથી આવતા દર્દીઓના રેપીડ ટેસ્ટ બાદ જ સુરતમાં પ્રવેશ આપવાની જોગવાઇ બાદ રોજના 700થી વધુ મુસાફરો રેપીડ ટેસ્ટ કરાવી સુરત રેલવે સ્ટેશનની બહાર આવી રહ્યા છે. પોઝિટિવ કેસ ડિટેક્ટ થતા વ્યક્તિની ઈચ્છા મુજબ નહીતર સ્મીમેર કે સિવિલ હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ડીજે ગુજ્જરે જણાવ્યું હતું કે લગભગ 7થી વધુ એક્સપ્રેસ અને સુપર ફાસ્ટ ટ્રેનોમાં મુસાફરોના રેપીડ અને RT-PCR ટેસ્ટ કરાય છે. રોજના 700 લેખે ગણીએ તો એક અઠવાડિયામાં 4900 ટેસ્ટ કર્યા છે પરંતુ એક પણ પોઝિટિવ કેસ મળ્યો નથી.

7થી વધુ એક્સપ્રેસ અને સુપર ફાસ્ટ ટ્રેનોના મુસાફરોના ટેસ્ટ કરાય છે.
7થી વધુ એક્સપ્રેસ અને સુપર ફાસ્ટ ટ્રેનોના મુસાફરોના ટેસ્ટ કરાય છે.

ધીમી ગતિએ વધતા કોરોના કેસને લઈ પાલિકા ગંભીર
ડીજે ગુજજર (સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, પાલિકા, સુરત) એ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી આ કામગીરી સાથે જોડાયા છે. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે અને તહેવારો જેવા કે દિવાળી બાદ ગુજરાત બહાર ફરવા ગયેલા અને દૂર દૂરના રાજ્યોમાંથી નોકરી ધંધા માટે સુરત આવતા વેપારીઓના ટેસ્ટ કર્યા બાદ જ એમને રેલવે સટેશન બહાર જવાની પરવાનગી અપાઈ છે. શહેરમાં ધીમી ગતિએ વધતા કોરોના કેસને લઈ પાલિકા ગંભીર અને કડક રીતે કામ કરી રહી છે. રોજના 700થી વધુ ટેસ્ટ કરાઈ રહ્યા છે.

ટેસ્ટ થયા બાદ જ મુસાફરોને જવા દેવામાં આવે છે.
ટેસ્ટ થયા બાદ જ મુસાફરોને જવા દેવામાં આવે છે.

રેપીડ 400 અને RT-PCR 300 જેટલા ટેસ્ટ થાય છે
વધુમાં જણાવ્યું હતું કે સવારે 7 વાગ્યાથી શરૂ થતી કામગીરી બપોરે ત્રણ વાગ્યે સુધી ચાલે છે. જેમાં રેપીડ 400 અને RT-PCR 300 જેટલા ટેસ્ટ કરાઇ છે. તમામ મુસાફરોને લાઈનમાં ઉભા રાખી ખૂબ ઓછા સમયમાં અને કોઈ પણ પ્રકારની હેરાનગતિ સાથે ટેસ્ટ કામગીરી કરાઈ રહી છે. મુસાફરોના સહકારથી જ કામગીરી ઝડપી બની રહી છે. યાત્રીઓને સાથે સાથે વેક્સિનેશન માટે પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે. 7 દિવસમાં 4900 ટેસ્ટ કરાયા હોવાનું કહી શકાય છે.

શહેરમાં ધીમી ગતિએ વધતા કોરોના કેસને લઈ પાલિકા ગંભીર અને કડક રીતે કામ કરી રહી છે.
શહેરમાં ધીમી ગતિએ વધતા કોરોના કેસને લઈ પાલિકા ગંભીર અને કડક રીતે કામ કરી રહી છે.

આ ટ્રેનોમાં આવતા મુસાફરોના ટેસ્ટ કરાયા

  • હાવડા ટ્રેન
  • બુરાની એક્સપ્રેસ
  • જેતપુર-બાંદ્રા એક્સપ્રેસ
  • પશ્ચિમ- અમૃતસર એક્સપ્રેસ
  • જમ્મુતાવી
  • ઝાસી- બાંદ્રા
  • સિકંદરાબાદ એક્સપ્રેસ