આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની દ્વારા સરકારી લેણા ભરવા ચાલતા વિવાદ પર પૂર્ણ વિરામ આવ્યું છે. કંપનીએ સરકારના બાકી નીકળતા રૂ.294 કરોડની માતબર રકમ સરકારમાં જમા કરાવી દીધી છે. એસ્સાર સ્ટીલ કંપનીને ટેક ઓવર કર્યા બાદ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની વિવાદમાં આવી હતી. કંપની દ્વારા જમીન પર દબાણ ઉપરાંત એસ્સાર સ્ટીલના સરકારી બાકી લેણા અને સ્ટેમ્પ ડ્યુટી સહિતની માતબર રકમ બાકી હોવાથી હાલમાં કલેકટર દ્વારા વસૂલાત કાઢવામાં આવી હતી.
સરકારી લેણાની બાકી રકમથી દસ્તાવેજ તથા જમીન મિલકત નામે કરાવવા માટે પણ આર્સેલર મિત્તલ કંપનીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સરકારી બાકી લેણામાં 150 કરોડના વ્યાજ સાથેના કરવેરા, 26 કરોડની ખુટતી સ્ટેમ્પ ડ્યુટી, 14 કરોડની સરકારી જમીનનું પ્રિમિયમ, 37 કરોડનું વીજકર, 22 કરોડનો પાણીવેરો, 12 કરોડનો સરકારી લેણા, 39 લાખનો વિશેષ કર, 19 કરોડ લોકલ ફંડ, રૂ.15 કરોડની રૂપાંતર કર અને રૂ.10 કરોડનો શિક્ષણ કર મળીને કુલ રૂ.294 કરોડની સરકારી બાકી હતી. આ રકમ સરકારમાં જમા કરાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.