તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:100 % સ્ટાફ સાથે મુંબઈ BDBમાં ઓફિસ ખોલવાની મંજૂરી અપાઈ

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ભારત ડાયમંડ બુર્સમાં નિયંત્રણો દૂર કરાતા હીરામાર્કેટમાં તેજી આવશે

કોરોનાનો ડર હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે, બીજી તરફ રસી પણ આવી ગઈ હોઈ હવે લોકોમાં કોરોનાને લઇને ચિંતા ઘટી છે. જેને કારણે ભારત ડાયમંડ બુર્સ મેનેજમેન્ટએ 12મી ફેબ્રુઆરીથી 100 ટકા સ્ટાફ, બ્રોકર્સ, આંગડીયા પેઢીના કર્મચારીઓની અવરજવર માટે મંજૂરી આપવામાં આવી છે. ભારત ડાયમંડ બુર્સમાં નિયંત્રણો દૂર કરાતા હીરા ઉદ્યોગમાં વેપારને વેગ મળશે. 11 મહિનાના પછી મુંબઈમાં સ્થિત ભારત ડાયમંડ બુર્સમાં તમામ ઓફિસો ધમધમતી થશે. ભારત ડાયમંડ બુર્સમાં નિયંત્રણો દૂર કરાતા હીરા ઉદ્યોગમાં વેપારને વેગ મળશે અને ઓફિસોમાં તમામ કર્મચારીઓ, બ્રોકર્સ, આંગડીયાની અવરજવરને મંજૂરી આપવામાં આવી છે, જેના પગલે હીરા ઉદ્યોગને વેગ મળે તેવી શક્યતાઓ છે. લોકડાઉન પછી બીડીબીમાં માત્ર 50 ટકા લોકોને જ પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેને લઇને એક્સપોર્ટ - ઈમ્પોર્ટના કામકાજ અટવાયા હતા.

જેને લઇને સુરત-મુંબઈના હીરા ઉદ્યોગકારોએ હીરાની આયાત-નિકાસ માટે બીજા રસ્તા અપનાવવા પડ્યા હતા. સુરતના હીરા ઉદ્યોગકારોએ મુંબઈના બદલે સુરત હીરા બુર્સમાંથી હીરાની નિકાસ કરી હતી, જેના પગલે સુરત હીરા બુર્સમાં ડાયમંડ એક્સપોર્ટમાં 600 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ બીડીબીમાં નિકાસના આંકડા તળિયે આવ્યા હતા. લોકડાઉનના સમયે બીડીબીમાં ઓફિસ ખોલાવવા માટે સુરતના હીરા ઉદ્યોગકારોએ પરમીશન લઈ 5 હજાર કરોડના હીરાની નિકાસ કરી હતી. હવે કોરોના નિયંત્રણમાં આવી ગયા અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોકડાઉનના પ્રતિબંધો હળવા કર્યા છે.

ઓફિસો બંધ હોવાથી વેપાર ખોરવાતો હતો
હાલ હીરાની માંગ વધારે હોવાથી બજારમાં તેજી ચાલી રહી છે. બીડીબીની ઓફિસો બંધ રહેવાના લીધે વેપાર ખોરવાતો હતો. પાર્સલ્સની ડિલીવરીમાં બે-ત્રણ દિવસ સમય વેડફાતો હતો. - નિલેશ બોડકી, હીરાના વેપારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો