ભરતી માટેની મંજૂરી:નવસારી અને રાજપીપળા મેડિકલ કોલેજમાં ભરતી માટે મંજૂરી અપાઇ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 2537 જગ્યાઓ માટે 206 કરોડ ફાળવવામાં આવ્યા છે

રાજપીપળા અને નવસારી ખાતે નવી મેડિકલ કોલેજ માટે વર્ગ-1થી 4ના અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી માટેની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ મુજબ પોરબંદર, નવસારી, રાજપીપળા, ગોધરા અને મોરબીની જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરી એમઇઆરએસ હસ્તક નવી મેડિકલ કોલેજો સ્થાપવા આવશે. હાલમાં હયાત હોસ્પિટલો ખાતે મંજૂર થયેલ વર્ગ-1 અને વર્ગ-2 ની કુલ 198 તથા વર્ગ-3 અને વર્ગ-4 ની 890 એમ 1088 જગ્યાઓ નવી મંજૂર થયેલ 5 મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે તબદીલ કરવામાં આવે છે.

નેશનલ મેડિકલ કમિશનના નોર્મ્સ મુજબ બાકી રહેતી જરૂરી વર્ગ-1 અને વર્ગ-2 માટે કુલ 842 તથા વર્ગ-3 અને વર્ગ-4 માટે 1695 જગ્યાઓ સહિત 2537 જગ્યાઓ માટે રૂપિયા 206.25 કરોડની શરતી મંજૂરી અપાઇ છે. નવસારી ખાતે હાલમાં વર્ગ-1 અને 2 ની 34, વર્ગ 3 અને 4ની 162 મળી કુલ 196 જગ્યાઓ છે.

જીએમએસ મુજબ વર્ગ 1 અને 2 માટે 167, વર્ગ 3 અને 4 માટે 361 મળી કુલ 5288 જગ્યાઓ માટે મંજૂરી અપાઇ છે. રાજપીપળા નર્મદામાં વર્ગ 1 અને 2 માટે 38 અને વર્ગ 3 અને 4 માટે 169 મળી કુલ 207 જગ્યાઓ છે. જીએમએસ મુજબ વર્ગ 1 અને 2 માટે 170 અને વર્ગ 3 અને 4 માટે 338 મળી કુલ 518 જગ્યાઓ માટે મંજૂરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...