ભાવ વધારો:એક્વેરિયમની પ્રવેશ ફી 18 ટકા GST સાથે 118 રૂપિયા કરવા મંજૂરી મંગાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AC સહિતનાં ઉપકરણો વપરાયાં હોવાથી જીએસટીના દાયરામાં
  • બાળકો​​​​​​​ માટે 40થી 47 થઇ શકે, આગામી દિવસમાં સાયન્સ સેન્ટરનો વારો

સુરત મહાનગર પાલિકા સંચાલિત પાલ સ્થિત એક્વેરીયમમાં આવનાર મુલાકાતીઓએ હવે પ્રવેશ ફી 18 ટકા વધારે ચૂકવવી પડી શકે છે. પ્રવેશ ફી ઉપર 18 ટકા જીએસટી વસુલી તેનો અમલ કરવા માટે શાસકો પાસે મંજૂરી માંગવામાં આવી છે. આવતીકાલે ગુરુવારે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં કામ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. પાલિકા સરથાણા નેચર પાર્ક, ગોપીતળાવ, સાયન્સ સેન્ટરમાં પ્રવેશ ફી ઉપર જીએસટી વસુલતી નથી. પરંતુ આગામી દિવસમાં એક્વેરીયમ બાદ સાયન્સ સેન્ટરમાં પ્રવેશ ઉપર જીએસટી લાગુ કરવામાં આવી શકે છે.

એક્વેરીયમમાં વાર્ષિક 4થી 5 લાખ મુલાકાતીઓ આવે છે અને પ્રવેશ ફી થકી વાર્ષિક સવા બે કરોડથી વધુની આવક થાય છે.હાલમાં જગદીશચંદ્ર બોઝ એક્વેરીયમમાં 18 વર્ષથી 65 વર્ષની વ્યકતિઓ માટે પ્રવેશ ફી 100, 3થી 17 વર્ષના બાળકો માટે રૂા.40, સીનીયર સીટીઝન માટે રૂા.60 વસુલવામાં આવે છે. આ પ્રવેશ ફીમાં 18 ટકા જીએસટી (9 ટકા સીજીએસટી, 9 ટકા એસજીએસટી) લાગુ કરવામાં આવે તો ફીના દર અનુક્રમે રૂા.118, રૂા.47, રૂા. 70 થઇ જશે. જ્યારે 18 વર્ષથી 65 વર્ષના વિદેશી નાગરિકો માટે હાલમાં 400 પ્રવેશ ફી વસુલાઇ છે એમાં વધારો થઇ રૂા.472, વિદેશી 3થી 17 વર્ષના બાળકો તથા વિદેશી સીનીયર સીટીઝનના રૂા.200ના રૂા.236 થઇ જશે.

આ ફેરફાર થઈ શકે
વિગતપહેલાહવે
18થી 65 વર્ષ100118
3થી 17 વર્ષ4047
સીનીયર સિટીઝન6070

પાલિકાની શાળાના બાળકો

2023

18-65વર્ષના વિદેશીનાગરિક

400472

3-17વર્ષના વિદેશી બાળક

200236
અન્ય સમાચારો પણ છે...