મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરના નગરજનો માટે દિવાળી પર્વે જન હિતકારી નિર્ણય લઇને આ મહાનગરમાં રોડ ડેવલપમેન્ટના કામો માટે 84.71 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સુરત મહાનગરને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રોડ બનાવવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ રી-કાર્પેટ માર્ગો પહોળા કરવા, સી.સી રોડ સહિતના 302 વિવિધ કામો માટે રૂ. 84 કરોડ વપરાશે.
સ્થાયી સમિતીની દરખાસ્તને અનુમોદન આપ્યું
ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના 84.71 કરોડ રૂપિયા માર્ગ મરામતના 302 કામો માટે ઉપયોગમાં લેવાની સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની દરખાસ્તને અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે સુરત મહાપાલિકા 2021-22ના વર્ષ માટે આ રૂ. 84.71 કરોડની રકમમાંથી વિવિધ 302 કામો હાથ ધરશે.
302 વિવિધ કામો થશે
આ કામોમાં રસ્તા કારપેટના 16, રી-કાર્પેટના 210, હયાત માર્ગો પહોળા કરવાના કે નવા રસ્તા બનાવવાના 44, ફૂટપાથ બનાવવાના 04 તેમજ સી.સી. રોડના 28 કામોનો સમાવેશ થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.