વિવાદ:પે & પાર્ક, ફાયર સ્ટેશન-ક્વાટર્સના કામમાં સિંગલ ટેન્ડર છતાં મંજૂરી

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયી સમિતિમાં વિવાદિત નિર્ણયથી ચેરમેન ફરી વિવાદમાં
  • પે & પાર્કનું ટેન્ડર 61 લાખની વાર્ષિક લાયસન્સ ફી માં સોપાયું

રિંગ રોડ ફ્લાય ઑવર બ્રિજ નીચે પે એન્ડ પાર્ક માં એક માત્ર ટેન્ડરર છતાં સ્થાયી સમિતિમાં મંજુરી આપી દેવાઈ છે.! આ સાથે અશ્વિનીકુમાર ખાતે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ બનાવવામાં માટે પણ એક માત્ર ટેન્ડરર હોવાં છતાં તેમજ વધુ ઉંચા ભાવના ટેન્ડરને મંજુરી આપી દીધી છે એટલું જ નહીં જહાંગીરપુરા ખાતે પણ ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ બનાવવાનું ટેન્ડર પણ ઉંચા ભાવ છતાં સ્થાયી ચેરમેને મંજૂરી આપી વિવાદિત નિર્ણય કર્યો છે.

પાલિકા ખાતે સ્થાયી સમિતિ ની બેઠકમાં અશ્વનીકુમાર-નવાગામ ખાતે ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ ક્વાટર્સ બનાવવા એકમાત્ર ટેન્ડરર હોવા છતાં આર્ક કન્સ્ટ્રકશનને 7.36 કરોડ કરતાં 8.91 ટકા ઉંચુ એટલે કે રૂપિયા 8.01 કરોડ નું ટેન્ડરને મંજુરી આપી છે. આજ ટેન્ડરરને જહાંગીરપુરા ખાતે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ બનાવવા માટે 8.98 કરોડ થી 9.90 ટકા ઉંચુ 9.87 કરોડના ટેન્ડરને પણ મંજૂરી આપી દેવાઈ છે. જ્યારે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ નીચે ઝોન-1 માન દરવાજા થી કમેલા દરવાજા પાસે આવેલા પે એન્ડ પાર્ક માટે નિયત કરેલી જગ્યામાં પણ એક માત્ર ટેન્ડરર સમા એન્ટર પ્રાઈઝને રૂપિયા 61,90,786 ની વાર્ષિક લાયસન્સ ફી માં સોંપી દેવામાં આવી છે.

આ એકમાત્ર ટેન્ડરર હોવા છતાં સ્થાયી ચેરમેન પરેશ પટેલે મંજુરી આપી દેતાં પે એન્ડ પાર્ક માં અગાઉ વિવાદ માં આવ્યા બાદ પે એન્ડ પાર્ક માં ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાને સ્થાને મંજૂરી આપી વિવાદ નોતર્યા છે. આ વિવાદાસ્પદ નિર્ણયોને કારણે શાસક પક્ષ સામે વિપક્ષ આપના કોર્પોરેટરો પણ મેદાનમાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...