વરણી:કોર્ટમાં PPની નિમણૂક, 19 સેશન્સ કોર્ટ માટે 12 વકીલ,એક પણ મહિલા વકીલનો સમાવેશ નહીં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સેશન્સ કોર્ટમાં કાયદા વિભાગે મદદનીશ સરકારી વકીલ અને પબ્લિક પ્રોસીક્યુટર તરીકે 12 વકીલોની નિમણૂક કરી છે. જો કે, તેમાં એકપણ મહિલાનો સમાવેશ નથી. 31 ઓકટોબર, 2023 સુધી એપીપીની નિમણૂક કરાઈ છે. હાલ જે એપીપીની નિમણૂક કરી છે તેમાં જીતેન્દ્ર પારડીવાલા, દિપેશ દવે, દિગંત તેવાર, સુરેશકુમાર પાટીલ, ડોબરિયા રાજેશ, નિલેશ પટેલ, સંતોષ ગોહિલ, તેજસ પંચોલી, નિલેશ ગોળવાલા, નીતીનકુમાર ચોડવડિયા, ઉમેશ પાટીલ, વિશાલ ફળદુનો સમાવેશ થાય છે.

તમામ સેશન્સ કોર્ટમાં વકીલોની સંખ્યા ઓછી
19 સેશન્સ કોર્ટમાં કોર્ટ કરતાં સરકારી વકીલોની સંખ્યા ઓછી છે આથી બીજી યાદીની રાહ જોવાઈ રહી છે. સંભવત: તેમાં મહિલા વકીલો પણ હશે. કેટલાંક સિનિયર વકીલોના નામ પણ હોય શકે છે.

અન્ય સમાચારો પણ છે...