તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

APMCની ચુંટણી:સુરત APMCના ચેરમેન, વાઇસ ચેરમેનની નિમણૂક, 25 વર્ષથી ચાલતી APMCમાં બીનહરીફ ચૂંટાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંદિપ દેસાઈ અને રમણ જાની - Divya Bhaskar
સંદિપ દેસાઈ અને રમણ જાની
  • રમણ જાનીની 11મી અને સંદિપની બીજી ટર્મ

બિઝનેસ રિપોર્ટરરત એપીએમસીના વાઇસ ચેરમેન પદે બીજી ટર્મ માટે સંદીપ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે. એપીએમસી સુરતની વાઈસ ચેરમેનની બીજી ટર્મ માટેની સંદીપ દેસાઈના નામની દરખાસ્ત ડિરેક્ટર હર્ષદ પટેલે મુકતા રાજેન્દ્ર પટેલે ટેકો આપ્યો હતો. વર્ષ 2005થી સંદીપ દેસાઈ એપીએમસીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા. છેલ્લાં 25 વર્ષથી એપીએમસી ચેરમેનની 11મી ટર્મ માટે સતત રમણ પટેલ (જાની) ચૂંટાય આવ્યા છે.

ચેરમેન-વાઈસ ચેરમેન તરીકે રમણ જાની અને સંદીપ દેસાઈએ એપીએમસી તરીકે વાર્ષિક ટર્નઓવર 1700 કરોડ પર પહોંચાડી રાજ્યની સમૃધ્ધ એપીએમસીઓમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે એપીએમસીમાં ફૂડ પ્રોસેસિંગ પાર્ક, સીએનજી બાયોગેસ પ્લાન્ટ સહિત મિનરલ વોટર સપ્લાય સહિતના મલ્ટીપલ વેપાર પણ શરૂ કરવામાં સફળતાં મેળવી છે.લોકડાઉનમાં 250 કરોડથી વધુના શાકભાજીનો વેપાર ખેડૂતોને અપાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...