પાલિકામાં નવા સિટી ઇજનેર નિયુક્ત કરાયા છે સાથે એડિ. સિટી ઇજનેરની જગ્યા પણ સ્થાયી સમિતિએ ચેપ્ટર પ્રોવાઇઝરથી ભરવાનો નિર્ણય લીધો છે. પાલિકામાં અતિમહત્ત્વની સિટી ઇજનેરની જગ્યા માત્ર બે જ દિવસમાં ચેપ્ટર પ્રોવાઇઝોથી ભરી દેવામાં આવી છે. 35 વર્ષની દીર્ઘ ફરજ બજાવ્યા બાદ સિટી ઇજનેર એ.એમ. દૂબે વય નિવૃત્ત થતાં તેમનો ચાર્જ એડી. સિટી ઇજનેર અક્ષય પંડ્યાને સોંપાયો હતો.
જ્યારે ગુરુવારે મળેલી સ્થાયી સમિતિમાં ચેપ્ટર પ્રોવાઇઝોથી સિટી ઇજનેર તરીકે અક્ષય પંડ્યાને નિયુક્ત કરવા નિર્ણય લેવાયો છે તેમજ એડી.સિટી ઇજનેરની એસસી બેઠકની ખાલી જગ્યા પર અઠવા ઝોનના એક્ઝિક્યુટિવ ઇજનેર મહેશ ચાવડાને નિયુક્ત કરાયા છે.
લિંબાયતની ડ્રાફ્ટ ટીપીમાં મળતિયાઓને લાભ કરાવવા કરેલા ફેરફાર પ્રકરણમાં કોર્ટે પાલિકા-કમિશનરના કાન આમળ્યા છે ત્યારે લિંબાયત ઝોને કરેલા ગેરવહીવટ મામલે ઝોનલ ચીફ આર.જે.માકડિયા (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) પાસેથી હવાલો આંચકી તેમને સ્થાને એડિ.સિટી ઇજનેર ભગવાકરને હવાલો સોંપતો ઓર્ડર પાલિકા કમિશનરે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.