તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:7 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીની નિમણૂક : સુરત શહેર ભાજપનું માળખું જાહેર કરાયું

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
લલિત વેકરિયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
લલિત વેકરિયાની ફાઈલ તસવીર
  • કિશોર બિંદલ અને લલિત વેકરિયા ફરી મહામંત્રી

ગુરુવારે સુરત શહેર ભાજપનું માળખું જાહેર કરાયું હતું. શહેર પ્રમુખની જાહેરાત બાદ શહેર ભાજપના ઉપ પ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષના નામોની જાહેરાત કરાઈ હતી. 7 ઉપ પ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષના નામો જાહેર કરાયા હતા. ઉપપ્રમુખોમાં રણજીત ચીમના, પંકજ દેસાઈ, લક્ષ્મણ કોરાટ, હેમેન્દ્ર બોરસલ્લીવાળા, મનુ પટેલ, તેજલ કાપડિયા અને ભાવના પટેલનો સમાવેશ થાય છે જ્યારે મહામંત્રીઓમાં મુકેશ દલાલ, લલિત વેકરીયા અબે કિશોર બિંદલનો સમાવેશ કરાયો છે. મંત્રીઓમાં વિરલ ગિલિટવાળા,ભીખુ પટેલ, પ્રદીપસિંહ રાજપૂત, દેવિકા જાદવાની, રાજેન્દ્ર પાટીલ, સુમિત્રા પટેલ, રક્ષા સોલંકી અને નલિની બરોટને સ્થાન આપવામાં આવ્યું છે. કોષાધ્યક્ષ તરીકે પ્રવીણ માળીની વરણી કરવામાં આવી છે.

સંતુલિત ટીમ બનાવી છે : નિરંજન ઝાંઝમેરા
શહેર ભાજપનું માળખું જાહેર થયા બાદ શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે અમે સંતુલિત ટીમ બનાવી છે. તમામ વિધાનસભા વિસ્તાર અને તમામ સમાજને આવરી લેવા પ્રયાસ કર્યો છે.આગામી ચૂંટણીમાં મનપાની તમામ 120 બેઠકો જીતવાના નીર્ધાર સાથે ટીમ કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...