કોરોના બેકાબૂ:માસ્ક વગર ગલી ક્રિકેટ રમતા MLA હર્ષ સંઘવી વિરુદ્ધ ગુનો દાખલ કરવા અરજી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માસ્ક વિના ક્રિકેટ રમતા ધારાસભ્ય - Divya Bhaskar
માસ્ક વિના ક્રિકેટ રમતા ધારાસભ્ય

સરકારી ગાઈડ લાઈન્સના વિરુદ્ધમાં જઈને માસ્ક વગર ગલી ક્રિકેટ રમતા ધારાસભ્ય હર્ષ સંઘવી વિરુદ્ધ પોલીસ કમિશનર કચેરીએ અરજી કરવામાં આવી છે. સુરત શહેર કોંગ્રેસ મંત્રી ગૌરાંગ પટેલે સોમવારે પોલીસ કમિશનર કચેરીએ ધારાસભ્ય હર્ષ સંઘવી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપી હતી. જેમાં મજુરા વિઘાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી માસ્ક વગર ગલી ક્રિકેટ રમતા હતા. તેમનો ફોટો પણ વાઇરલ થયો હતો.ગૌરાંગ પટેલે કહ્યું કે, પોલીસ કમિશનર કચેરીએ અરજી આપ્યા બાદ ખટોદરા પોલીસમાં અરજી આપવા ગયા તો અરજી લીધી ન હતી. અમારી હદ નથી કહી ઉધના મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...