તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગ:સુરત જિલ્લામાં 18+નું વેક્સિનેશન તાત્કાલિક ધોરણે શરુ કરવાની માગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

સુરત3 મહિનો પહેલા
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.
  • ઓક્સિજન, વેન્ટીલેટ, સહિતના બેડની વ્યવસ્થા કરવા માગ

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લામાં 18+નું વેક્સિનેશન તાત્કાલિક ધોરણે શરુ કરવા તેમજ ઇન્જેક્શન, દવા અને ઓક્સિજન ફાળવણી સહિતની માગ કરવામાં આવી હતી.

પેરામેડીકલ સ્ટાફની ભરતી કરવા માગ
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં સુરત જીલ્લામાં વેક્સિનેશનની કામગીરી ઝડપી કરવા, 18થી 45 વર્ષ સુધીના નાગરિકોને વેક્સિન આપવા માટે આજદિન સુધી કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો નથી તે શરુ કરવા, જિલ્લાના દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, વેન્ટીલેટર, સહિતના બેડની વ્યવસ્થા કરવા, આ ઉપરાંત સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ખાલી પડેલા પેરામેડીકલ સ્ટાફના કમર્ચારીઓની જગ્યા તાત્કાલિક ભરતી પ્રક્રિયા કરવા સહિતની માગ કરવામાં આવી હતી.

આદિવાસી દર્દીઓને સિવિલમાં ન પ્રવેશવા દેવાયા હોવાનો આક્ષેપ
વધુમાં માગ કરવામાં આવી હતી કે, RT-PCR ટેસ્ટિંગની કીટ પૂરતા પ્રમાણમાં આપવા અને રીપોર્ટ 24 કલાકમાં મળે તેવી સુવિધા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં અને તાપી જિલ્લામાં રહેતા આદિવાસી દર્દીઓને કોરોના સંક્રમણ કાળ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની પુરતી વ્યવસ્થા થઈ ન હતી અને ગરીબ આદિવાસી દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં પ્રવેશવા પણ દેવામાં નહોતા આવ્યા.

કેન્દ્ર અને રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી
પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે 1 વર્ષથી વધુ સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને નાથવા ગુજરાત અને કેન્દ્ર સરકાર બંને નિષ્ફળ નીવડી છે. આ સરકારોએ મોટી મોટી જાહેરાતો કરી કે 1 મેથી 18 વર્ષથી વધુ ઉમરના વ્યક્તિઓને વેક્સિન અપાશે. પરંતુ જાહેરાત પ્રમાણે વેક્સિનેશન થતું નથી. આ ઉપરાંત સુરત કે ગુજરાતમાં રેમડેસિવિર અને ઓક્સિજનની અછત સર્જાઈ છે તે પણ સરકાર પૂર્ણ કરી શકી નથી. સૌરાષ્ટ્રમાં અને ગામડાઓમાં વ્યપાક કેસો વધી રહ્યા છે ત્યાં પણ સરકાર યોગ્ય કામગીરી કરી શકી નથી.