તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Application For Admission Of 185 Students From 10 Countries Including Afghanistan, Bangladesh In Narmad University, 71 Admissions Approved

વિદેશી વિદ્યાર્થીઓનો ધસારો:સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ સહિતના 10 દેશના 185 વિદ્યાર્થીની પ્રવેશ માટે અરજી, 71ના પ્રવેશ મંજૂર

સુરત3 મહિનો પહેલાલેખક: મિલન માંજરાવાલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • B.Com, MBA સહિતના કોર્સ માટે અરજી, ગત વર્ષે 2 જ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હતો

રાજ્યની વીર નર્મદ, ગુજરાત યુનિવર્સિટી સહિતની 11 યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, યુગાન્ડા, નાઈજિરિયા સહિતના 10 દેશોમાંથી 3771 વિદ્યાર્થીઓએ બી.કોમ, એમબીએ, બીબીએ સહિતની વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા અરજી કરી હતી. જેમાં 711ના એડમિશન ફાઈનલ કરાયા છે. જ્યારે અન્ય પ્રોસેસ હેઠળ છે. સુરતની વીર નર્મદ યુનિ.માં આ વર્ષે પહેલી વખત 185 વિદ્યાર્થીઓએ અરજી કરી. જેમાં 71ના પ્રવેશ ફાઈનલ કરાયા છે. અહીંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓના ફીડબેકના આધારે ત્યાંના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ધસારો હોવાનું યુનિવર્સિટી સત્તાવાળાઓનું કહેવું છે.

આ કોર્સમાં પ્રવેશ લીધો
બીકોમ, BBA, BCA, B.Sc., એમકોમ, MBA, MCA, MPA, MA ઇકોનોમિક્સ, MSW, LLB, LLM, બીકોમ LLB(હોન્સ), M.Sc. IT, M.Sc. બાયોટેક, MHRD, BRS, M.Sc. બાયોસાયન્સ, M.Sc.બાયો સાયન્સ (એનિમલ સાયન્સ) અને પીએચડીનો અભ્યાસ કરવા વિદેશી વિદ્યાર્થીઓ VNSGUમાં આવી રહ્યા છે.

આ દેશમાંથી આવે છે
અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઘાના, યુગાંડા, મોઝામ્બિક, સુદાન, અંગોલા, ગયાના, ઝિમ્બાબ્વે, તાંઝાનિયા, તાજીકિસ્તાન, સાઉથ સુદાન, પેલેસ્ટાઇન, રવાંડા, નાઇજિરિયા

ફિડબેક સારો મળતા વિદેશી વિદ્યાર્થી વધ્યા
​​​​​​​ગુજરાતની યુનિવર્સિટીમાં વિદેશી છાત્રોએ સૌથી વધારે એડમિશન મેળવ્યું છે. રાજ્યની યુનિવર્સિટીમાં એજ્યુકેશન અને ફેસેલિટીમાં વધારો કરાયો છે. જેને કારણે અભ્યાસ કરીને પોતાના દેશ જનારા છાત્રો પરિવાર અને મિત્રોને સારો ફિડબેક આપે છે. જેથી આ વખતે વિદેશી વિદ્યાર્થીઓ વધ્યા છે. > ડો. જીગર ઇનામદાર, રિજનલ ડિરેક્ટર, આઇસીસીઆર

​​​​​​​5 વર્ષમાં 28 વિદ્યાર્થી આવ્યા હતા

શૈક્ષણિક વર્ષએપ્લિકેશનમંજૂરદેશ
2015-1612127
2016-1710105
2017-18111
2018-19443
2019-20222
2021-221857110

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...