દસ્તાવેજ કૌભાંડ:ચકાસણી માટે અરજદારો દોડતા થયા, સબ રજિસ્ટ્રારમાં અઠવાડિયાથી ધસારો​​​​​​​

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સબ રજિસ્ટ્રારમાં અઠવાડિયાથી ધસારો

અઠવા સબ રજીટ્રાર કચેરીમાં રહેલા કરોડની જમીનના દસ્તાવેજમાં ચેડા થવાના કૌભાંડ બહાર આવ્યા બાદ પોતાની જમીન સુરક્ષિત છેકે કેમ તે જાણવા માટે અરજદારો સબ રજીસ્ટ્રાર કચેરી પર દોડતા થયા છે. શહેરના સિંગણપોર, વેસુ, ડુમસ, ખજોદ વિસ્તારમાં આવેલી પારસીઓની કરોડોની જમીનના વર્ષ 1961 પહેલાના દસ્તાવેજમાં કૌભાંડીઓએ ચેડા કર્યાનો મામલો સામે આવતા મહેસુલ તંત્ર દોડતું થયું છે.

કૌભાંડીઓએ નાની નાની બાબતોને પણ ધ્યાને રાખીને દસ્તાવેજમાં ફેરફાર કર્યા હોવાથી સામાન્ય દ્રષ્ટિએ દસ્તાવેજ બોગસ બનાવ્યા હોવાનું જાણી શકાય તેમ નથી. ભેજાબાજ કૌભાંડીઓ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાશ થતાની સાથે અન્ય જમીનના માલિકો પણ પોતાના જમીનના કબજા મામલે ચિંતામાં મૂકાઇ ગયા છે.અને પોતાની જમીનમાં પણ કોઇ કૌભાંડી દ્વારા કોઇ ખેલ નથી થયો તેની ચકાસણી માટે છેલ્લા એક સપ્તાહથી જમીન માલિકોનો જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તવેજની ચકાસણી માટે ધસારો જોવા મળી રહ્યો છે.

અરજદારોએ સીધો કચેરીના સંપર્ક કરવો
સુરત જિલ્લાના નોંધણી નિરીક્ષક સંદીપ સવાણીએ કહયુ હતુ કે,જમીના મામલામાં ભુમાફિયાની જાળમાં કોઇ વ્યક્તિ ફસાઇ નહી તે માટે માલિકે તકેદારી રાખવી જોઇએ. જો દસ્તાવેજોની ચકાસણી કરવી હોય કે કોપી જોઇતી હોય તો સીધો કચેરીનો સંપર્ક કરવો.નિયત ફી ભરીને કોપી મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...