તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી સોના પર 2.55 કરોડની લોન લેવાનો કેસ:બિલ્ડરની પત્ની સહિત 2 આગોતરા લઈ હાજર થયા, અત્યાર સુધીમાં 12 આરોપીની ધરપકડ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરની ICICI બેંકની શાખાઓમાં નકલી સોનાના દાગીના મુકી 2.55 કરોડની ગોલ્ડ લોન મેળવી બેંક સાથે ઠગાઈ કરનાર બિલ્ડરની પત્ની સહિત બેની સામે ક્રાઇમબ્રાંચે કાર્યવાહી કરી છે. બન્ને આગોતરા લઈને હાજર થયા હતા. અત્યાર સુધીમાં 12 આરોપીઓ પકડાયા છે.વધુમાં ડીસીબીના સ્ટાફે જણાવ્યું કે, લોનધારક હીના જગદીશ બાબરીયા(32)(રહે.વૃંદાવન હાઇટસ, ખરવાસા, ડિંડોલી)એ ડુપ્લીકેટ ગોલ્ડ આપીને 29 લાખની લોન કરાવી હતી. જ્યારે રત્નકલાકાર ડાહ્રા નાનજી વિરાણી(35)(રહે.જય ભવાની સોસા, વરાછા)ની 4.23 લાખની લોન લીધી હતી. કોર્ટે શરતોને આધીન આગોતરા જામીન મંજૂર કર્યા છે. હજુ આ લોન કૌભાંડમાં 11 આરોપી ભાગતા ફરે છે. જેને પકડવા ડીસીબીના સ્ટાફે તજવીજ શરૂ કરી છે. જ્યારે બિલ્ડર જગદીશ બાબરીયા હજુ લાજપોર જેલમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો