કામગીરી:અપીલમાં જવા 10% રકમ ક્રેડિટથી ભરવાની અપીલ નકારાઇ, રોકડમાં ભરવા જ આગ્રહ

​​​​​​​​​​​​​​સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મુદ્દા હાઇકોર્ટમાં પેન્ડિંગ છે, દિવાળી બાદ હુકમ આવી શકે: એડવોકેટ
  • ​​​​​​​સુરતથી 10 હજાર કરોડ ટેક્સ, વેપારી રૂપિયા ચૂકવીને જ ક્રેડિટ મેળવે છે: એક્સપર્ટ

તાજેતરમાં મુંબઈ હોઇકોર્ટે આપેલા એક ચુકાદાએ ગુજરાતના વેપારીઓની ચિંતા ઘટાડી દીધી છે. લેજરમાં ક્રેડિટ હોવા છતાં વેપારીઓએ અપીલમાં જતી વખતે ભરવી પડતી 10 ટકા જેટલી રકમ હાલમાં ક્રેડિટથી નહીં પરંતુ રોકડથી ભરવી પડી રહી છે. જે વેપારીઓએ ક્રેડિટથી ટેક્સ ભર્યો છે તેના કેસમાં અપીલ નામંજૂર કરવામાં આવી છે. આ અંગે એડવોકેટ અવિનાશ પોદ્દાર કહે છે કે, આ મામલા હાલ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. દિવાળી બાદ તેના પર હુકમ આવી શકે છે.

વેપારીઓને અપીલમાં જતી વખતે આ ઇશ્યુ આવી રહ્યા છે
જીએસટી સૂત્રો કહે છે કે અગાઉ ઓરિસ્સા હાઇકોર્ટના જજમેન્ટને લીધે વેપારીઓને બેવડો માર પડ્યો હતો. અપીલમાં જતી વખતે વેપારીઓએ ડિમાન્ડની જે 10 ટકા રકમ ભરવાની થતી હતી તે રોકડથી જ ભરવાનું ફરમાન જારી કરી દીધું હતું. સુરતમાં પણ રોકડથી જ અપીલના 10 ટકા ભરવાનો આગ્રહ અધિકારીઓ રાખતા થઈ ગયા હતા, જેથી કેટલાંક વેપારીઓ હાઇકોર્ટમાં ગયા હતા. સીએ રાજેશ ભૂવાલા કહે છે કે, સુરતમાં તો આજે પણ અપીલમાં જતી વખતે ક્રેડિટની જગ્યાએ રોકડ એટલે કે બેન્ક થ્રુ જ ટેક્સ ભરાવો પડે છે.

ટ્રીબ્યુનલની કોઇ બેન્ચ જ નથી.
ક્રેડિટ પણ એક રીતે રોકડ જ હોય છે. વેપારીને માલ વેચતી વખતે જે પેમેન્ટ ચૂકવાય છે તેના લીધે જ તો ક્રેડિટ જમા થાય છે. છતાં જીએસટી અધિકારીઓ તેને ચલાવતા ન હોય મોટો બોજો પડે છે. અપીલ નકારાયા બાદ વેપારીઓ ટ્રીબ્યુનલમાં પણ જઇ શકતા નથી. કેમકે રાજયમાં ટ્રીબ્યુનલની કોઇ બેન્ચ જ નથી.

અન્ય સમાચારો પણ છે...