તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ઈદ:ધર્મગુરુઓની ઘરમાં જ ઉજવણી કરવા માટે અપીલ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુરૂવારે ચૌટા બજારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. - Divya Bhaskar
ગુરૂવારે ચૌટા બજારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
  • ભીડ ભેગી થશે તો પોલીસ કાર્યવાહી કરશે

શુક્રવારે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ)નો તહેવાર ઉજવાશે. ત્યારે કોવિડની પરિસ્થિતિને જોતા જમિયત ઉલમા હિંદ સુરત, ખ્વાજા દાના તેમજ ઇન્સાફ ફાઉન્ડેશન સહિતના સુરતના મુસ્લિમ ધર્મગુરુઓએ લોકોને ઘરે જ નમાઝ અદા કરી સાદાઈથી ઈદની ઉજવણી કરવાની અપીલ કરી છે. એ સાથે જ સુરત શહેર પોલીસે પણ મુસ્લિમ આગેવાનો સાથે મીટિંગ કરી ઘરમાં પરિવાર સાથે ઇદ ઉજવવા તેમજ મસ્જિદો, મહોલ્લા કેે બજારોમાં ભીડ ભેગી નહીં કરવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, જો લોકો ભીડ ભેગી કરી માસ્ક અને ડિસ્ટન્સિંગનો ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.

લોકો પરિવાર સાથે ઘરે જ ઉજવણી કરે
લોકોએ જાહેરનામાનું પાલન કરવાનું રહેશે. લોકો ટોળાં ભેગા ન કરી પરિવાર સાથે પોતાના ઘરે જ ઈદની ઉજવણી કરે. > અજય તોમર, સુરત શહેર પોલીસ કમિશનર

અન્ય સમાચારો પણ છે...