તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપીએમસી:ખેડૂતોને રોજનું રૂપિયા 5 કરોડનું નુકસાન થતું અટકાવવા 13મીથી એપીએમસી ચાલુ કરાશે

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ખરીદી માટે રાત્રે 8થી 2 વાગ્યા સુધી એક ટેમ્પોમાં માત્ર બે વ્યક્તિઓને જ પ્રવેશ મળશે
 • મહાપાલિકા કમિશનર અને એપીએમસીના પદાધિકારીઓની બેઠક મળી

શાકભાજી વેન્ડર સુપર સ્પ્રેડર બનતાં મહાનગર પાલિકા કમિશનરે તા.9 થી 14 મે સુધી એપીએમસી બંધ રાખવા સહિત શહેરમાં રિટેઈલમાં શાક વેચાણ પણ બંધ કરવા સૂચન કરાયું હતું. જોકેA, એક દિવસ એપીએમસી બંધ રહેતાં શહેર અને જિલ્લાના 25,000થી વધુ ખેડૂતોને પ્રતિ દિન રૂ.5 કરોડનું નુકશાન થઈ રહ્યું છે. 
પાલિકાએ તા.13મી મે થી માર્કેટ યાર્ડ શરૂ કરવા જણાવ્યું છે
આ ઉપરાંત, રવિવારે સુરત જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બનતા શાકભાજીનો નાશ કરવો પડયો છે. જેને પગલે સોમવારે પાલિકા કમિશનર અને એપીએમસીના સંચાલકોની મિટીંગ મળી છે. જેને પગલે પાલિકા કમિશનરે 1 દિવસ અગાઉ એટલે કે 13મી મેથી સુરત એપીએમસી ફરી શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે સુરત એપીએમસીના ચેરમેન રમણ જાની અને વાઇસ ચેરમેન સંદિપ દેસાઇ જણાવે છે કે, પાલિકાએ તા.13મી મે થી માર્કેટ યાર્ડ શરૂ કરવા જણાવ્યું છે. એપીએમસીમાં શાક લઈને આવતાં ખેડૂતોને 13મી મેના રોજ બપોરે 2 વાગ્યાથી શાકભાજીનો પૂરવઠો માર્કેટ યાર્ડમાં લાવવા જણાવવામાં આવ્યું છે. જયારે વેપારીઓને રાતે 8 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે. 
 લોકો સોશિયલ ડિસ્ટન્સીંગનું સંપૂણપણે પાલન કરવામાં આવી રહ્યું છે. 
આ ઉપરાંત અગાઉ પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે રાત્રે 8 થી 2 સુધી 407 ટેમ્પો કે જેમાં માત્ર બે વ્યકિતઓ સાથે આપવામાં આવેલી પરવાનગીનો અમલ કરવાનો રહેશે.  હવે કોર્પોરેશન અને પોલીસે બહાર રિટેઈલમાં વેચાણ થતી વખતે ગ્રાહકોની ભીડ ન થાય અને લોકો સોશિયલ ડિસ્ટન્સીંગનું સંપૂણપણે પાલન કરવામાં આવી રહ્યું છે. માર્કેટમાં આવનાર દરેક વ્યકિતને માસ્ક સાથે પ્રવેશ આપી સેનેટાઇઝ ટનલમાં મોકલવામાં આવે છે. કલેકટર અને જિલ્લા રજીસ્ટ્રારના પ્રવેશ પાસ વિના કોઇને પ્રવેશ આપવામાં આવશે નહીં.
કેરીના વેચાણ માટે એપીએમસીમાં યોગ્ય વિતરણ વ્યવસ્થા ઉભી કરાશે
એપીએમસી ચેરમેન રમણ જાની જણાવે છે કે, કેરીની ખરીદીને લઈને પાલિકા કમિશનર દ્વારા માર્કેટ બંધ બાદ સર્ક્યુલર જાહેર કરાયું હતું. ભીમરાડ, વરાછા, પીપલોદ, અઠવા, સારોલી, પૂણા અને માર્કેટ યાર્ડમાં કેરીના વેચાણની વ્યવસ્થા કરાશે. એપીએમસી ખેડૂતોનો પાક ન બગડે તે માટે પુરતો પ્રયાસ કર્યો છે. કેરીની વિતરણ વ્યવસ્થા માટે ચેમ્બરનો પણ સહયોગ માંગવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો