તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • APMC Seeks Permission From Collector To Bring Mangoes, Distribution Problem Solved But Ban On Mangoes Outside The District

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ વ્યવસ્થા:એપીએમસીએ કેરી લાવવા માટે કલેક્ટર પાસે પરવાનગી માંગી, વિતરણની સમસ્યા ઉકેલાઇ પણ જિલ્લા બહારની કેરી પર રોક

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેરીની વિતરણ વ્યવસ્થાને લઈને સમસ્યા ઉકેલાય ત્યારે હવે અન્ય જિલ્લામાંથી સુરત આવતી કેરીઓના જથ્થાને શહેરમાં પ્રવેશવા માટે પરવાનગી મળતી નથી. ત્યારે એપીએમસીના પદાધિકારીઓ કલેકટર ડો.ધવલ પટેલને અન્ય જિલ્લામાંથી સુરતમાં આવતી કેરીના પાકને પ્રવેશવા માટે પરવાનગી આપવા માંગ કરી છે. અગાઉ થોડા દિવસ પૂર્વે જ એપીએમસીના પદાધિકારીઓએ બાગાયત વિભાગના અધિકારી, જિલ્લા રજિસ્ટ્રાર સહિતના આગેવાએ કલેકટર અને પાલિકા કમિશનર સાથે મિટીંગ કરીને શહેરના 6 જગ્યાએ કેરીના પાકના વેચાણની પરવાનગી મેળવાય છે. આ પરવાનગી મેળવાય છે ત્યારે કેરીના પાકના પ્રવેશને લઈને નવી સમસ્યા સર્જાય છે. સુરતમાં મોટા ભાગે બહારથી કેરી આવતી હોઈ છે, પરંતુ અન્ય જિલ્લાની કેરીઓને સુરત શહેરમાં પ્રવેશવા પરવાનગી આપવામાં આવી રહી નથી. એપીએમસી ચેરમેન રમણ જાની અને વાઈસ ચેરમેન સંદીપ દેસાઈએ જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલને રજૂઆત કરી છે કે, સુરત શહેર અને ચોર્યાસી તાલુકાના ખએડૂતો મહદઅંશે તાપી, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં ખેતી ધરાવે છે. હાલ જ્યારે કેરીની સિઝન શરૂ થનારી છે. ત્યારે અન્ય જિલ્લામાંથી આવતાં કેરીના પાકને પ્રવેશવા માટે મનાઈ ફરમાવામાં આવી રહી છે.તેવુ થશે તો સુરતના ખેડૂતોને મોટું નુકશાન થશે. સામાન્ય રીતે પાછલા વર્ષોમાં 3 કરોડ રૂપિયાથી વધુની 1 લાખ ટન કેરીનું વેચાણ થતું હોઈ છે. 30 થી 40 દિવસની સિઝનમાં લાખો ખેડૂતો અને ખેત મજૂરો કેરીની આવક પર નિર્ભર છે. ત્યારે જો તેના વેચાણને યોગ્ય માર્કેટ નહીં મળે તો મોટું નુકશાન સર્જાઇ શકે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો