તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:APMC, ચોર્યાસી ડેરી, પેટ્રોલ પંપો પરથી મચ્છરના બ્રિડિંગ મળતાં દંડ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીબીડીસી વિભાગની મચ્છરજન્ય રોગ નિયંત્રણ ઝુંબેશ
  • શહેરમાં 806 સ્પોટ ચેક કરી કુલ 28 બ્રિડિંગ સ્થળનો નાશ કરાયો

મચ્છરજન્ય રોગ નિયંત્રણ માટે શુક્રવારે પાલિકાના વીબીડીસી વિભાગે તમામ પેટ્રોલ પંપ, ગેસ ફીલીંગ પંપ, ડેરી ઉદ્યોગ, વેજિટેબલ માર્કેટ, મટન માર્કેટ મળી કુલ 220 પ્રિમાઈસીસોમાં સર્વે કરતા કુલ 806 સ્પોટ ચેક કરી કુલ 28 બ્રિડીંગનો નાશ કરાયો છે. તમામ પેટ્રોલ પંપો, ગેસ ફીલીંગ પંપો, ડેરી ઉદ્યોગ, વેજિટેબલ માર્કેટ, મટન માર્કેટ મળી કુલ 15 જવાબદાર નોડલ ઓફિસરો ને નોટિસો આપવામાં આવી છે અને રૂપિયા 22,400નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે.

તમામ ઝોનમાં કોને કોને દંડ ફટકારાયો

  • સેન્ટ્રલ ઝોનમાં ચોર્યાસી ડેરી, વાડી ફળિયા 10 હજાર રૂપિયા, સહારા દરવાજાની એ.પી.એમ.સી માર્કેટને રૂપિયા 2 હજાર મળી કુલ 12 હજાર રૂપિયા વહીવટી ખર્ચ વસુલ કરાયો છે.
  • નોર્થ ઝોનમાં પટેલ પેટ્રોલિયમ ઉત્રાણને 1000 રૂપિયા, કતારગામ આશ્રમ રોડ નિલમ પેટ્રોલ પંપને રૂ. 1000, સિંગણપોર રૂ. 1000, રાજ જનરલ ડેરી સ્ટોર રૂ. 500, શેલ પેટ્રોલ પંપ, ગોટાલાવાડી સર્કલ 500 મળી કુલ રૂપિયા 5000
  • વેસ્ટ ઝોનમાં અનાવિલ પેટ્રોલ પંપને રૂ. 1 હજાર, વિજય ડેરી 700 મળી કુલ રૂપિયા 1700​​​​​​​
  • સાઉથ ઝોન શકિત પેટ્રોલપંપને રૂપિયા 1 હજાર,​​​​​​​
  • ઇસ્ટ-એ ઝોનમાં ગજ્જર પેટ્રોલ પંપને 1 હજાર, ​​​​​​​
  • ઇસ્ટ-બી ઝોનમાં ભારત પેટ્રોલીયમને રૂપિયા 1 હજાર
  • સા–ઇસ્ટ ઝોનમાં મટન માર્કેટ ચેતન નગર, નવાગામને રૂ. 700નો દંડ કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...