લોકડાઉન ઇફેક્ટ:કેરીનો જથ્થો ઓછો આવતા 40 ટકા કિંમત વધી, મજૂરોની અછતને કારણે APMC 82 ટન કેરીનો પલ્પ બનાવી નહીં શકે, જ્યુસ તૈયાર કરશે

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટલમાં આ રીતે જ્યુસ વેચાય છે. - Divya Bhaskar
બોટલમાં આ રીતે જ્યુસ વેચાય છે.
  • પલ્પની જગ્યાએ કેરી અને જમરૂખના જ્યુસની 50,000થી વધુ બોટલ વેચાઈ

કેરીની સિઝન શરૂ થઈ ચૂકી છે, ત્યારે હજુ સુધી માર્કેટમાં પૂરતાં જથ્થામાં કેરીનો પાક વેચાણ માટે આવી રહ્યો નથી. જેની પાછળ ખેત ઉત્પાદક સાથે સંકળાયેલા આગેવાનો જણાવે છે કે, યુપી, બિહાર અને નાગપુરના કારીગરોની અછતના કારણે કેરી આંબા પર જ રહી-રહીને ખરાબ થઈ જશે તેવી ચિંતા છે. જ્યારે કેરીનો ઓછો જથ્થો એપીએમસીમાં આવવાના કારણે આ વખતે એપીએમસીનો પલ્પ પ્લાન્ટ પણ શરૂ થઈ શક્યો નથી. જોકે, પલ્પની જગ્યાએ આ વખતે એપીએમસી દ્વારા કેરી અને જમરૂખનું જ્યુસ બનાવીને વેચાણ કરવામાં આવી રહ્યું છે.

લોકડાઉનમાં પણ શહેરીજનોને પૂરતા પ્રમાણમાં કેરી મળી રહે તે માટે એપીએમસી દ્વારા કુલ 6 વિવિધ સ્થળોએ કેરી વેચાણ કેન્દ્ર ઉભા કર્યા હતા, પરંતુ કારીગરો પોત-પોતાના વતન નીકળી જવાના કારણે આંબા પરથી કેરીનો પાક ઉતરી શક્યો નથી. જેના કારણે કરોડો રૂપિયાનું વેપારી અને ખેડૂતોને નુકશાન થવાનું છે. એપીએમસીના ચેરમેન રમણ જાની અને વાઈસ ચેરમેન સંદીપ દેસાઈ જણાવે છે કે, કેરીના 30 થી 40 ટકા ઉંચા દર અને કેરીનું શહેરમાં વેચાણ થઈ શકે તેટલો જ જથ્થો એપીએમસીમાં આવતો હોવાથી આ વખતે પલ્પ પ્લાન્ટ ચાલુ થઈ શકશે નહીં. યુપી-બિહારના 2 થી 3 લાખ કારીગરો દ્વારા સાઉથ ગુજરાતમાં કેરી ઉતારવાનું કામ થાય છે. રૂ. 16 કરોડ રૂપિયાનો અને પ્રતિદિન 80 ટન પલ્પ નીકળી શકે તેટલી ક્ષમતા ધરાવતા પ્લાન્ટ એપીએમસીમાં સ્થપાયેલો છે. પલ્પની જગ્યાએ આ વખતે જમરૂખ અને કેરીનું 160 એમએલની નાની બોટલમાં જ્યુસ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે. અત્યાર સુધી 50 હજાર બોટલનું વેચાણ થયું છે. સામાન્ય દરે યાર્ડમાં આવતાં લોકોને પીવાનું પાણી મળી રહે તે હેતુથી એપીએમસીમાં 17,000 લિટર આરઓ વોટર તૈયાર કરવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે.’

અન્ય સમાચારો પણ છે...