તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અમરાેલીમાં રાત્રે વેપારીને આંતરી 7.60 લાખની લૂંટ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે બાઇક પર 5 લૂંટારૂ આવ્યા હતા
  • ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી

અમરોલી અંજની ઇન્ડસ્ટ્રિઝ વિભાગ-5ના રેલવે પાટા નજીક બે બાઇક પર આવેલા 5 લૂંટારૂઓએ વેપારીને આંતરી 7.50 લાખની રકમ તેમજ મોબાઇલ મળી 7.60 લાખની લૂંટ ચલાવી હતી. અમરોલીના સ્વીટ હાઉસમાં રહેતા અને મની ટ્રાન્સફર તેમજ ફાેન રિપેરીંગનો ધંધો કરતા 28 વર્ષીય વેપારી હરેશભાઈ વિનુભાઈ ગોળવીયાએ સોમવારે રાત્રે દુકાન બંધ કરી બાઇક પર ઘરે જવા માટે નીકળ્યા હતા. તેવામાં મોડી રાતે રસ્તામાં બે બાઇક પર આવેલા 5 લૂંટારૂઓએ પહેલાં એક બાઇક આડી મુકી વેપારીને અટકાવી દીધો હતો. ત્યારે એક લૂંટારૂએ વેપારીને ફેટ મારી દીધી હતી. પછી અન્ય લૂંટારૂઓએ વેપારીને તમાચો મારી તેની પાસે રહેલો 7.50 લાખની રોકડનો થેલો ઝૂંટવી લીધો હતો વેપારીના ખિસ્સામાંથી 3 મોબાઇલ પણ લૂંટી લીધાં હતા.

આ પાંચેય લૂંટારૂઓએ મોઢા પર રૂમાલ બાંધેલો હતો. લૂંટની ઘટના અંગે વેપારીએ તેના મિત્રની મદદથી મોડી રાતે અમરોલી પોલીસ સ્ટેશને લૂંટની ફરિયાદ નોંધાવી હતી. અમરોલી પોલીસે લૂંટારૂઓને પકડવા માટે આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. વેપારીની પહેલા રેકી કરી હોવાની આશંકા છે. વેપારી પાસે 7.50 લાખની રકમ મની ટ્રાન્સફર કરવા આવેલા ગ્રાહકોની હતી.

અન્ય સમાચારો પણ છે...