કાર્યવાહી:ખંડણી માગનારાના આગોતરા નામંજૂર

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડુપ્લીકેટ પોલીસ બનીને રૂપિયા પચાસ લાખની ખંડણી માગવાના કેસમાં સંડોવાયેલા આરોપીની આગોતરા અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. સરકાર પક્ષે એપીપી કિશોર રેવલીયાએ દલીલો કરી હતી. કેસની વિગત મુજબ તા. 27મી નવેમ્બર, 2019ના રોજ ફરિયાદી બાલુ કોલડીયા પોતાના ઘર જઇ રહ્યા હતા ત્યારે 4થી 5 જણા કારમાં આવીને તેમની બાઇક રોકી પોતે ગાંધીનગર એલ.સી.બી. માંથી આવ્યા હોય અને તમારી સામે રેતી-કપચી ચોરીનો કેસ બનતો હોવાનું કહી તે કેસની પતાવટ માટે 50 લાખની ખંડણી માગી હતી. આ બનાવટી પોલીસવાળા ફરિયાદીને પોતાની સાથે લઇ જઈ 5.20 લાખ ખંડણી પેટે પડાવી લીધા હતા. કેસમાં પાછળથી આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો જેમાં આરોપી મોહસીન મેમણ દ્વારા આગોતરા અરજી કરવામાં આવી હતી જે દલીલો બાદ કોર્ટે નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...