ત્રાસ:સુરતના વાડી ફળીયામાં અસામાજિક તત્વોનો આંતક, રાત્રિના સમયે પાર્ક થયેલી ગાડીમાં પથ્થર મારી તોડફોડ કરતાં દ્રશ્યો CCTVમાં કેદ

સુરત2 વર્ષ પહેલા
અસામાજિક તત્વો દ્વારા ગાડીઓને નૂકસાન કરવામાં આવતું હોવાનું CCTVમાં કેદ થયું છે. - Divya Bhaskar
અસામાજિક તત્વો દ્વારા ગાડીઓને નૂકસાન કરવામાં આવતું હોવાનું CCTVમાં કેદ થયું છે.
  • 15 દિવસથી અસામાજિક તત્વોના ત્રાસથી સ્થાનિકોમાં રોષ

સુરતના વાડી ફળીયામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. રાત્રિના સમય દરમ્યાન અસમાજિક તત્વો પત્થર મારી પાર્ક થયેલી ગાડીમાં તોડફોડ કરે છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકોએ આસપાસ લાગેલા CCTV તપાસ્યા હોય છે. જેમાં એક ઇસમ તોડફોડ કરતા નજરે ચડે છે. હાલ સમગ્ર તોડફોડ મુદ્દે સ્થાનિકોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

રેકી કરીને નૂકસાન પહોંચાડે છે
વાડી ફળિયા વિસ્તારમાં અસામાજિક રાત્રિ સમયે ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરે છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે એક ઇસમ રાત્રીના સમયે રેકી કરે છે. અને બાદમાં ત્યાં પાર્ક વાહનોમાં પત્થરમારી વાહનોમાં નુકશાન પહોચાડી રહ્યો છે. તેમજ વાહનોની સીટ ફાડી પેટ્રોલ ચોરી કરવામાં આવતી હોવાની રાવ પણ ઉઠવા પામી છે.

પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ
સમગ્ર તોડફોડ પ્રકરણમાં સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં થાય તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ છેલ્લા 15 દિવસથી આ પ્રકારની ઘટના બની રહી છે. જેને લઈને સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરુ કરવામાં આવી છે.