• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Green And Anti bacterial Street Was Created By Planting Trees In 165 Small And Big Baskets, Only 3 Cases Of Home Quarantine Were Reported During Corona Period

વિશ્વ પર્યાવરણ દિવસ:સુરતમાં 165 નાની-મોટી ટોપલીઓમાં વૃક્ષારોપણ કરી ગ્રીન અને એન્ટી બેક્ટેરિયા શેરી બનાવી, કોરોનાકાળમાં માત્ર 3 કેસ હોમ ક્વોરન્ટીનના જ નોંધાયા

સુરત4 મહિનો પહેલા
300 જેટલા નાના મોટા ઓક્સિજન આપતા વૃક્ષ-છોડ લોકોની સુરક્ષા કરી રહ્યા છે.
  • 300 જેટલા નાના-મોટા ઓક્સિજન આપતા વૃક્ષ શેરીમાં રહેતા 63 પરિવારના 300થી વધુ લોકોની સુરક્ષા કરી રહ્યા છે

આજે વિશ્વ પર્યાવરણ દિવસ દિવસ છે ત્યારે સુરતમાં એક એવી પણ શેરી છે જ્યાં એન્ટી બેક્ટેરિયા શેરી તરીકે ઓળખાય છે. મહિધરપુરા કુંભાર શેરીમાં છેલ્લા 7 વર્ષથી યુવક મંડળના યુવકોએ 13 આસોપાલવ, 18 બકર વેલ, 3 બેટલ પ્લામ, અને 165 નાની મોટી ટોપલીઓમાં વૃક્ષારોપણ કરી બેક્ટેરિયા મુક્ત શેરી બનાવવામાં સફળ થયા છે. આ યુવકોનું કહેવું છે કે કોરોનાકાળ ના દોઢ વર્ષમાં આ શેરીમાં માત્ર 3 કેસ હોમ ક્વોરન્ટીનના જ નોંધાયા છે. જેની પાછળનું મુખ્ય કારણ 63 મકાનોમાં અને એની બહાર બેક્ટેરિયા મુક્ત છોડનું જતન છે.

300 જેટલા નાના મોટા ઓક્સિજન આપતા વૃક્ષ શેરીમાં રહેતા 63 પરિવારના 300થી વધુ લોકોની સુરક્ષા કરી રહ્યા છે. આ શેરી આખા સુરતમાં પ્રથમ એવી શેરી કહી શકાય કે જ્યાં મકાનો કરતા ત્રણ ઘણા વૃક્ષ છે. જેને જોવા હજારો લોકો આવી રહ્યા છે.

શેરીના મકાનોની બહાર છોડ લગાવવામાં આવ્યા છે.
શેરીના મકાનોની બહાર છોડ લગાવવામાં આવ્યા છે.

7 વર્ષ પહેલા બે છોડની રોપણી કરી શરૂઆત કરી હતી
રાજુ તુનારા (સ્થાનિક નિવાસી) એ જણાવ્યું હતું કે અમને આનંદ છે કે અમે અમારી શેરીને ગ્રીન સાથે એન્ટી બેક્ટેરિયા શેરી બનાવવામાં સફળ થયા છે. 7 વર્ષ પહેલાં બે છોડનું રોપણી કરી શરૂઆત કરી હતી. રોજ પાણી પીવડાવી જરૂરિયાત પ્રમાણે માવજત કરી રહ્યા હતા. બસ હવે આ શેરીમાં 53 મકાનો બહાર 300થી વધુ ઓક્સિજન અને એન્ટી બેક્ટેરિયાના છોડ અને ઝાડ છે.

શેરીમાં બંને સાઈડ છોડ અને વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે.
શેરીમાં બંને સાઈડ છોડ અને વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે.

સ્પાઇડર નામના છોડ તમામ પ્રકારના વાઇરસનો નાશ કરે છે
વધુમાં જણાવ્યું હતું કે અમારી શેરીમાં 18 બકર ફૂલ, 13 આસોપાલવ, 3 બેટલ પ્લામ સહિત 163 નાના-મોટા છોડ છે. સ્પાઇડર (એન્ટી બેક્ટેરિયા ફૂલ) નામના છોડ તમામ પ્રકારના વાઇરસનો નાશ કરે છે. પછી એ કોરોનાના વાઇરસ કેમ નહીં હોય. આજે આ મહિધરપુરાની કુંભરીયા શેરીને ગ્રીન અને એન્ટી બેક્ટેરિયા શેરી તરીકે લોકો ઓળખતા થઈ ગયા છે.

છેલ્લા સાત વર્ષથી યુવાનો વૃક્ષોનું જતન કરી રહ્યા છે.
છેલ્લા સાત વર્ષથી યુવાનો વૃક્ષોનું જતન કરી રહ્યા છે.

એક ઉદાહરણ રૂપ મંડળ બની ગયું
વધુમાં કહ્યું હતું કે, સુરતમાં ગ્રીન અને એન્ટી બેક્ટેરિયા શેરી તરીકે પ્રથમ શેરી હોય એમ કહી શકાય છે. સેન્ટ્રલ ઝોનમાં 100 ટકા પ્રથમ ગ્રીન શેરી છે. કુંભારીયા શેરી યુવક મંડળના રાજુભાઇ તુનારા, ઘનશ્યામ મૈસૂરિયા, ધર્મેશ પટેલ, જીજ્ઞેશ અને મોનિસ પટેલની મહેનતને લઈ આજે સુરતીઓ માટે જ નહીં પણ આખા ગુજરાતવાસીઓ માટે એક ઉદાહરણ રૂપ મંડળ બની ગયું છે એટલે જ લોકો આ શેરીની મુલાકાત લઈ માર્ગ દર્શન લઈને જાય છે.