રોગચાળો બેકાબુ થયો:પાંડેસરામાં ઝાડા ઊલ્ટી બાદ વધુ એક મહિલાનું મોત, એક મહિનામાં કુલ 9 વ્યક્તિનાં મોત થયાં

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

શહેરમાં વરસાદી મહોલ વચ્ચે પાણી જન્ય રોગચાળો બેકાબુ થયો છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં ઝાડા ઉલ્ટી, તાવ સહિતના વાવરે માથુ ઉચક્યું છે. પાંડેસરામાં ઝાડા ઉલટીની બીમારી બાદ વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે. પાંડેસરા ગણપત નગર ખાતે રહેતા અજયભાઈ પાડવી ઓનલાઈન ફુડ કંપનીમાં કામ કરે છે. તેમની પત્ની વૈશાલીબેન(21)શુક્રવારે સાંજે અચાનક ઝાડા ઉલટી થવા માંડ્યા હતા. શનિવારે સવારે વૈશાલીબેનની તબિયત વધુ લથડતા તેમને સારવાર માટે પતિ સિવિલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને વૈશાલીબેનના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. જો કે, છેલ્લા એક મહિનામાં અલગ અલગ વિસ્તારમાંથી 9 લોકોના મોત થયા છે, જેમાં પાંડેસરામાં મહિલા સહિત 4 લોકોના જ્યારે અન્ય વિસ્તારમાં 5 વ્યક્તિના ઝાડા, ઊલટી તાવથી મોત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...