વિરોધ:ફિક્સ પગારની સળંગ નોકરી મુદ્દે તલાટીઓની ફરી હડતાળ, ગ્રામપંચાયતનો વહીવટ ખોરંભે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાસોલિયા કેસ બાદ તલાટીઓ લડી લેવાના મુડમાં

પડતર પ્રશ્નોના નિકાલની માંગણી સાથે રાજ્યભરના તલાટીઓ મંગળવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતા ૧૮ હજારથી વધારે ગામોનો વહીવટ ખોરવાયો હતો. કલેક્ટર-ડીડીઓને રજૂઆત પણ કરાઈ હતી.

મંગળવારથી તલાટી કમ મંત્રીની રાજ્ય વ્યાપી હડતાળ શરૂ થઇ છે. તમામ તલાટીઓ આજે કામથી અળગા રહેતા ગ્રામ પંચાયતનું વહીવટી કામ ખોરવાયું હતું. છેલ્લા ઘણા સમયથી તલાટીઓના પ્રશ્નો અંગો સરકાર દ્વારા કોઇ નિવેડો લાવવામાં નહીં આવતા રાજ્યના તલાટી મહામંડળ દ્વારા હડતાળનું એલન આપવામાં આવ્યું હતું. જેના સમર્થનમાં તમામ તલાટીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. મહામંડળના ઉપપ્રમુખ ચિરાગએ જણાવ્યું હતુંકે, પ્રશ્નોના નિરાકારણ લાવવા રજુઆત કરાઈ હતી.

આ અંગે ગત સપ્ટેમ્બર માસમાં તાલટી મહામંડળે અચોક્કસ મુદ્દતની હડતાળની ચિમકી આપી હતી. જોકે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રશ્નના નિરાકરણની બાહેધરી આપવામાં આવી હતી. પરંતુ આ બાહેધરીને નવ માસ થયા હોવા છતાં પ્રશ્નો ઠેરના ઠેર રહેતા તલાટી મહામંડળે લડી લેવાનો નિર્ણય કર્યો છે. આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કલેક્ટર-ડીડીઓને પણ રજૂઆત થઈ હતી.

આ મુદ્દાઓ સાથે તલાટીઓ હડતાળ પર

  • ૨૦૦૪-૦૫ ભરતીના તલાટી કમ મંત્રીની 5 વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ કરવા.
  • સર્કલ ઇન્સપેક્ટર- વર્ગ-૩ની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાયત, વર્ગમાં અપડેટ કરવામાં આવતા ૨૦૧૬ ત્યારબાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા બાબત તથા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ લેવા માટે પરિક્ષા રદ્દ કરવા બાબત.
  • રેવન્યુ (મહેસુલી) તલાટીને પંચાયત લતાટી મંત્રીમાં મર્જ કરવા બાબત અથવા તો જોબચાર્ટ અલગ કરવા.
  • ૧ જાન્યુઆરી ૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતિય પગાર ધોરણ પરિક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવા બાબત.
  • પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટીમંત્રીને નહિ સોંપવા અંગે અને વધારાનું ખાસ ભથ્થુ આપવા બાબત.
અન્ય સમાચારો પણ છે...