તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેડ:કુખ્યાત સજ્જુના ભાઇની જુગાર ક્લબમાં બીજી રેડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાંદેરના સુભાષનગરમાંથી 8 ઝબ્બે
  • અગાઉની રેડમાં 39 જુગારી પકડાયા હતા

રાંદેરમાં શીતલ ટોકિઝની પાછળ આવેલા સુભાષનગરમાં નાનપુરાના માથાભારે સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીની જુગારની ક્લબ પર વિજિલન્સની રેડના 6 મહિના પછી રાંદેર પોલીસે રેડ પાડી 8ને પકડી પાડ્યા હતા અને 2.64 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરીફ કોઠારી અને યોગેશ ટંડેલ અને બે બાઇકચાલકો સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા જુગારીઓમાં કાપડની ફેરી, ફ્રૂટવેપારી, હીરાદલાલ, રિક્ષાચાલક, તેમજ અન્ય નોકરીયાત છે.

મકાનમાં આગળ અને પાછળ બંને દરવાજા પર બહારથી તાળું મારેલું હતું. બહારથી તેના પન્ટરો ઓળખીતા જુગારી હોય તેવાને એન્ટ્રી આપતા હતા. જુગારીઓને અંદર એસી રૂમ જેવી સવલતો અપાતી હતી. જુગાર ક્લબનું સંચાલન અબરાર શેખ કરતો હતો. વિજિલન્સની રેડ વખતે આરીફ કોઠારી અને યોગેશ ટંડેલ બન્ને વોન્ટેડ હતા. બન્ને ભાગેડુએ પાછી તેજ જગ્યા પર જુગારની ક્લબ શરૂ કરી દીધી હતી. ક્લબ એક અઠવાડિયાથી ચાલતી હોવાની ચર્ચા છે.

અગાઉ વિજિલન્સની રેડમાં રાંદેર પીઆઈ ડી.વી.બલદાણીયાને સસ્પેન્ડ કરી દેવાયા હતા. 26મી ડિસેમ્બર-20એ આરીફ કોઠારીના શીતલ ટોકીઝ પાસે બે માળના મકાનમાં ચાલતી જુગારની ક્લબ પર ગાંધીનગરથી વિજીલન્સે રેડ કરી જુગાર ક્લબમાંથી 39ને પકડી પાડ્યા હતા અને 45 બાઇક, રોકડા 14.90 લાખ, રૂ.88,500ની કિંમતના 35 ફોન, 3.19 લાખની રોકડ મળી 18.98 લાખનો મુદામાલ કબજે કર્યો છે. જુગારની ક્લબ યોગેશ ટંડેલ(રહે,શીતલ ચાર રસ્તા,રાંદેર) અને આરીફ ગુલામ મોહંમદ કોઠારી(રહે.રાંદેર) ચલાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...