કાર્યવાહી:ડિંડોલીમાં રોકાણના નામે વધુ એક કંપનીએ ઉઠમણું કર્યું, બે ગઠિયાઓ સામે ગુનો દાખલ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિંડોલીમાં રોકાણના નામે વધુ એક કંપનીએ ઉઠમણું કરતાંં ડિંડોલી પોલીસે બે ચીટર સામે ફરિયાદ નોંધી હતી. અગાઉ બારડોલીમાં પણ આ બંને સામે ગુનો નોંધાયો હતો. ભેસ્તાનમાં રહેતા કૈલાશ પટેલને ડિંડોલીમાં ચાલતી એસએસ રોયલ લાઈફ મલ્ટિબિઝ પ્રા.લિ. કંપનીના માલિક આશિષ રાઠોડ અને સંચાલક કિશન પ્રધાને 36 હજારના રોકાણ પર 3 મહિનામાં 90 હજાર રૂપિયા મળશે અને શરૂમાં 6 પ્રોડક્ટ આપવાની લાલચ આપી હતી.

કૈલાશે બંનેની વાત આવી ને કુલ 1.50 લાખનું રોકાણ કર્યું હતું.બાદમાં કૈલાશ તેના રોકાણ કરેલા રૂપિયા પરત લેવા જતા કિશને ધીમે ધીમે આપવાની વાત કરી હતી. ત્યાર બાદ આશિષ અને કિશન કંપની બંધ કરીને ભાગી ગયા હતા.બંને ચીટરોએ સેંકડો લોકો સાથે છેતરપિંડી કરી છે. કૈલાશે બંને સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...