કોરોના બેકાબૂ:સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવી સહિત વધુ 230 પોઝિટિવ નોંધાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
MLA હર્ષ સંઘવીએ કોરોના પોઝિટિવ અંગે ટ્વિટ કરી છેલ્લા દિવસોમાં સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અથવા ક્વોરન્ટીન થવા કહ્યું છે - Divya Bhaskar
MLA હર્ષ સંઘવીએ કોરોના પોઝિટિવ અંગે ટ્વિટ કરી છેલ્લા દિવસોમાં સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અથવા ક્વોરન્ટીન થવા કહ્યું છે
  • ગુરુવારે 5 દર્દીના મોત
  • 198 સાજા થયા

શહેર-જીલ્લામાં વધુ 230 નવા કેસો આવતા કુલ કેસોની સંખ્યા 20055 થઇ છે તેમજ વધુ 5 મૃત્યુ સાથે કુલ મૃતાંક 799 થયો છે. આ સાથે વધુ 198 લોકોને રજા મળતા કુલ સાજા થનારની સંખ્યા 16529 પર પહોંચી છે, જ્યારે હાલ 2727 લોકો સારવાર લઇ રહ્યા છે.

કોરોનાગ્રસ્ત થયેલા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નિયમોના ધજાગરા ઉડાવી ગરબે રમતા જોવા મળ્યા હતાં
કોરોનાગ્રસ્ત થયેલા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નિયમોના ધજાગરા ઉડાવી ગરબે રમતા જોવા મળ્યા હતાં

સૌરાષ્ટ્રમાં થયેલી સી. આરની રેલીમાં હર્ષ સંઘવી ગરબે ઘુમ્યા હતા
મજુરા વિધાન સભાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. ગુરુવારે કોરોનાના લક્ષણો સાથે તપાસ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં યોજાયેલી સી.આર.પાટીલની રેલીમાં તેઓ ગરબે ઘુમ્યા હતાં. હર્ષ સંઘવીએ સોશિયલ મિડીયાના માધ્યમથી તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરોન્ટાઇન રહેવા જણાવ્યું છે. હર્ષ સંઘવી શરૂઆતથી જ નવી કોવિડ હોસ્પિટલના નિર્માણથી લઇને દર્દીઓ માટેની વ્યવસ્થા સંદર્ભે કામ કરી રહ્યા છે. આ સાથે કોરોનાકાળમાં ફ્રન્ટ લાઇન પર રહીને કામગીરી કરનાર હોસ્પિટલના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં પણ અગ્રેસર હતાં. તેમણે અલથાણ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાવ્યું હતું.

SOP પાલન માટે જવાબદારી સોંપાઈ
પરત ફરી રહેલા તમામ કામદારો-શ્રમિકોના સ્વાસ્થ્ય ચકાસણી થાય અને પાલિકાની એસઓપીનું પાલન થાય માટે સરકારી તંત્રો-સરકારી સંસ્થાના અધિકારીઓમાં કામદારોની નોંધણી-એસઓપીના પાલનની જવાબદારી વહેંચવામાં આવી છે. કામદારોની નોંધણી કે ઓનલાઈન એડવાન્સ એન્ટ્રી, પ્રાઈમરી હેલ્થ ચેકઅપ થયા બાદ જ કામ ઉપર લેવામાં આવે તથા સંક્રમિત કામદારોને યોગ્ય સારવાર મળી રહે, ઈન્ડસ્ટ્રીઝમાં એસઓપીનું પાલન થાય તે માટે સુરત શહેરના ઇન્ડસ્ટ્રીઝ ડાયરેક્ટર, લેબર કમિશનર, ઉદ્યોગ કેન્દ્ર મેનેજર, જીઆઈડીસી મેનેજર, જીલ્લા રજિસ્ટ્રાર, આર એન્ડ બી કાર્યપાલક ઈજનેર, શહેર વિકાસ-ટાઉન પ્લાનિંગ વિભાગને એસઓપીના પાલન માટે જરૂરી તમામ કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...