ફરિયાદ:મોટા વરાછામાં સ્વામીનારાયણ મંદિરના વિવાદ બાબતે વધુ 11ની ધરપકડ કરાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોટાવરાછામાં સ્વામીનારાયણ મંદિર વડતાલ દેવલક્ષ્મી નારાયણ ટ્રસ્ટને સોંપવા મુદ્દે મંદિરના સંતો અને ભક્તો વચ્ચે બે મહિનાથી વિવાદ હતો. અઠવાડિયા પહેલાં પણ ભક્તોએ મંદિરનાં ધાર્મિક કામોમાં ખલેલ પહોંચાડતા સંત નિર્દોષ ચરણદાસજી સ્વામીએ 9 મહિલા સહિત 25 લોકો વિરુદ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મંગળવારે વધુ 8 મહિલા સહિત 11 જણાની ધરપકડ કરી છે. જેમાં મહિલા ભક્ત અરૂણા રાજાણી, ગીતા કાતરોડીયા, રસીલા ગજેરા, ધર્મિષ્ઠા પટેલ, અનસુ સતાણી, અસ્મિતા ધાનાણી, રમીલા પટેલ, શારદા વાઘાણી, હસમુખ પટેલ, ભદ્રેશ ગજેરા અને ભીખુ ગેવરીયાની ધરપકડ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...