જળઝીલણી એકાદશી:સુરતમાં વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ઠાકોરજીનો અભિષેક કરી સ્વિમિંગ પુલમાં નૌકા વિહાર

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુળમાં જળઝીલણી એકાદશીની ઉજવણી. - Divya Bhaskar
વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુળમાં જળઝીલણી એકાદશીની ઉજવણી.
  • સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ઠાકોરજીને અભિષેક કરાવ્યો

વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુળમાં જળઝીલણી એકાદશી અંતર્ગત શ્રી હરિકૃષ્ણ મહારાજને જળ જિલાલવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરુકુળમાં સ્વિમિંગ પૂલને વિદ્યાર્થીઓએ સફાઈ કરી અને તાજા પાણીથી ભર્યો હતો. ધજા-પતાકાઓ બાંધીને તેમજ ફુગાઆદિથી શણગારીને તૈયાર કરી મંદિરમાંથી બેન્ડવાજા સાથે ઠાકોરજી પાલખીમાં બિરાજી નારાયણ મુનિ સોસાયટીમાં જીતીભાઈ કોટડીયાને ત્યાં સંતો હરિભક્તો સાથે વધાર્યા હતા. પછીથી સ્વિમિંગ પુલમાં જળ જીલવા પધારેલ. પ્રારંભમાં મહંત સ્વામી ધર્મબંધુજી દાસજી સ્વામીએ ઠાકોરજીને કેસર જળથી અભિષેક કર્યો હતો. બાદમાં રમણીય નાવમાં ઠાકોરજીને પધરાવી પ્રભુ સ્વામી શ્વેતવૈકુઠ સ્વામી તેમજ ભક્તિ સ્વામી વગેરે સંતોએ ઠાકોરજીને જળમાં વિહાર કરાવ્યું હતું.

ગામડાઓમાં ઠાકોરજી દરેકના ઘરે પધરામણીએ પધારતા હોય છે
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને વૈષ્ણવ સંપ્રદાયમાં ભાવિકો ભગવાનને મંદિરેથી પાલખીમાં પધરાવે છે અને નજીકના નદી તળાવ કે સ્વિમિંગ પુલ વગેરે સ્થાનોએ જળ જિલાવવા કહેતા ઠાકોરજીને નૌકા વિહાર કરાવવા લઇ જતા હોય છે. પૂર્વે ગોપીઓએ વૃંદાવનમાં શ્રીકૃષ્ણ ભગવાનને યમુનાજીમાં નૌકા વિહાર કરાવી પ્રેમની અભિવ્યક્તિ કરેલ. આ સમયે નદીઓમાં નવા નિર્મળ જળમાં વહેતા હોય ત્યારે ગામડે ગામડે આ ઉત્સવ ધામધૂમથી ભક્તિભાવ સાથે ઉજવાતો હોય છે. ગામડાઓમાં ઠાકોરજી દરેકના ઘરે પધરામણીએ પધારતા હોય છે.

હરિભક્તો તથા ઉપસ્થિત બાળકોએ ઠાકોરજીને અભિષેક કરવાનો લાભ લીધો.
હરિભક્તો તથા ઉપસ્થિત બાળકોએ ઠાકોરજીને અભિષેક કરવાનો લાભ લીધો.

સંતો અને હરિભક્તોએ ઠાકોરજીને જિલાવવાનો લાભ લીધો
વિવિધ દિશાઓમાં ચાર આરતીઓ તથા ભગવાનને કાકડી, સુકામેવા, સાકર અને કેળાના થાળ ધરવામાં આવેલ. સંતોએ એક કલાક સુધી ઠાકોરજીને જળમાં જિલાવ્યો હતો. હરિભક્તો તથા ઉપસ્થિત બાળકોએ ઠાકોરજીને અભિષેક કરવાનો લાભ લીધેલ. આ પ્રસંગે મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ તથા વરણી સ્વામીએ કથાવાર્તા સત્સંગનો સૌને લાભ આપેલ. સ્વામિનારાયણ સંપ્રદાયની મર્યાદા અનુસાર પછીથી મહિલા ભક્તોએ ઠાકોરજીને જિલાવવાનો લાભ લીધો હતો.