સારી કામગીરીનો શિરપાવ:સુરતમાંથી ધાડ-લુટ આંતરરાષ્ટ્રીય ગેંગને ઝડપી લાવતા પાંડેસરા પોલીસને ઇનામની જાહેરાત

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરા પોલીસે લૂંટ અને ધાડ પાડતી આંતરરાષ્ટ્રીય ગેંગને ઝડપી પાડી છે. - Divya Bhaskar
પાંડેસરા પોલીસે લૂંટ અને ધાડ પાડતી આંતરરાષ્ટ્રીય ગેંગને ઝડપી પાડી છે.

સુરત પાંડેસરા પોલીસને મોટી સફળતા મળી છે. આંતર રાજ્ય ગેંગ સુરતના પાંડેસરા વિસ્તારમાં ખૂબ જ સક્રિય હતી. પાંડેસરા પોલીસે ગેંગને ઝડપી પાડીને સળિયા પાછળ ધકેલી છે. પોલીસ કમિશનરે પાંડેસરા પોલીસને સરાનિયા કામગીરી બદલ રૂપિયા 25 હજારના ઇનામ આપવાની જાહેરાત કરી છે.

શહેરમાં ધાડ અને લૂંટ કરતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા
પાંડેસરા પોલીસ સ્ટેશનના હદમાં છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ સોસાયટીઓની અંદર ધાડ અને લૂંટની ઘટના બનતી હતી. જેને લઈને પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, આ વિસ્તારની અંદર અલગ અલગ ટીમ બનાવીને વધુ સક્રિયતાથી કામ કરવામાં આવે. પાંડેસરા પોલીસની ટીમને માહિતી મળી હતી કે, આશરે દસેક દિવસ પહેલા પાંડેસરા રામેશ્વર ગ્રીન ખાતે રાત્રીના સમયે ફ્લેટના દરવાજાનું લોક તોડી ફ્લેટમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી અને ફ્લેટ નીચે એક પુરુષના ગળા પર ચપ્પુ મૂકી સાથે રહેલી મહિલાના પર્સમાંથી મોબાઈલ અને રોકડ રૂપિયાની લૂંટ કરનારા આરોપીઓ પોત પોતાના હિસ્સાના ભાગના દાગીના લઇ વતન તરફ જવા માટે સિદ્ધાર્થ નગર ચાર રસ્તા તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ ગેંગને ઝડપી પાડી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, 30 હજારની રોકડ, 3 નંગ દાતરડા, 1 કોયતો, એરગન, હથોડી કબજે કરવામાં આવી હતી

કોની કોની ધરપકડ
૧] રમેશ બાબુ મેહડા [ઉ.૨૫, મૂળ રહે, મધ્યપ્રદેશ]

૨] હીરાસિંગ બાબુ મેહડા [ઉ.૨૩, મૂળ રહે, મધ્યપ્રદેશ]

૩] રાજુ ઈમાનસિંગ સિંગાડ [ઉ.૧૮,મૂળ રહે, મધ્યપ્રદેશ]

૪] માંગીયા ઉર્ફે મગન બાલુ અજ્નાર [ઉ.૪૦, મૂળ રહે, મધ્યપ્રદેશ]

૫] મુકામ બિચ્છુ મેહડા [ઉ.૨૨,મૂળ રહે, મધ્યપ્રદેશ]

આરોપીઓની મોરસ ઓપરેન્ડી
ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા આશ્ચર્યજનક બાબતો સામે આવી હતી. આ ગેંગના આરોપીઓ ભરચક વિસ્તારની અંદર નહીં. પરંતુ, જે સોસાયટીઓની પાછળ ખુલ્લા મેદાન કે ખુલ્લા પ્લોટ હોય તેને નિશાની લેતા હતા. જ્યારે લોકોની અવર-જવર થતી હોય છે. ત્યારે તેઓ સામાન્ય લોકોની જેમ જ ઝાડી ઝાખરામાં ભરાઈ રહેતા હતા. રાત્રે બે વાગ્યાના સમય દરમિયાન ચોરીને અંજામ આપતા હતા. અને ફરીથી ત્યાં જ ઝાડી-ઝાખરામાં સંતાઈ રહેતા હતા અને જ્યારે લોકોની અવરજવર શરૂ થાય ત્યારે એક બાદ એક ધીરેથી નીકળીને લોકોની અંદર ભળી જતા હતા. જેનાથી આસપાસના લોકોને પણ ટોળકી દેખાયો હોય તેવા કોઈ શંકાના પુરાવા મળતા નહીં અને સીસીટીવીમાં પણ તેઓ ઝડપી શકાતા ન હતા.

પોલીસ કમિશનરે રૂપિયા 25,000 આપવાની જાહેરાત કરી
સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશની ગેંગને ઝડપી લેવામાં આવી છે. આ ગેંગ ચોરી, લૂંટ, ઘાડ જેવા ગુનામાં સંડોવાયેલી હતી. આ ગેંગના અન્ય સાગરીતોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. આરોપીઓની માહિતી ગુજરાતના અન્ય શહેરો તેમજ મધ્ય પ્રદેશમાં શેર કરવામાં આવશે. જેથી આરોપીઓએ આ પ્રકારના અન્ય કોઈ ગુના આચર્યા હોય તો બહાર આવી શકે,આ ગેગને પકડનાર પાંડેસરા પોલીસની ટીમને 25 હજારનું વિશેષ ઇનામ પણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...