સુરતમાં ડાયમંડ ઉદ્યોગ ખૂબ જ વ્યાપક રીતે આગળ વધી રહ્યો છે. વિશ્વના ફલક ઉપર હવે સુરતનો ડાયમંડ ઉદ્યોગ પોતાની ઓળખ બદલવા જઈ રહ્યું છે. માત્ર ડાયમંડ પોલિશિંગ માટે ઓળખાતું સુરત શહેર હવે તો ડાયમંડ બનાવવાથી લઈને જ્વેલરી ઉત્પાદનનું પણ હબ બની રહ્યું છે. ટૂંક સમયમાં જ ડાયમંડ બોર્ડ ઓપનિંગ માટેની તારીખની જાહેરાત કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ઐતિહાસિક કળથયાત્રા યોજાશે
ડાયમંડ બુર્સમાં 4,000 કરતાં વધારે દુકાનો અને શો-રૂમ આવેલા છે. દેશનો સૌથી મોટો ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું છે. ઓફિસોની અંદર પણ ફર્નિચરના કામ પૂર્ણતાના આરે છે. ત્યારે આગામી દિવસોમાં વિધિવત રીતે ડાયમંડ બુર્સના ઓપનિંગ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેના માટે એક ભવ્ય કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ડાયમંડ બુર્સ ખાતે થશે આયોજન
જે રીતે હિન્દુ ધર્મમાં વિધિવત રીતે પોતાની ઓફિસ કે કંપની શરૂ કરવા જઈએ છીએ ત્યારે કુંભ ઘડો મૂકવાની પરંપરા છે. ટૂંક સમયમાં જ ડાયમંડ બુર્સ ખાતે કુંભ ઘડો મુકવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેટલી દુકાનો છે. એ તમામ દુકાનોના માલિકો કુંભ એટલે કે, કળશ યાત્રામાં એક સાથે ઉપસ્થિત રહેશે. એક સાથે જ પોતાની ઓફિસોમાં અને શોરૂમમાં મૂકશે. આ એક ઐતિહાસિક પ્રસંગ તરીકે યાદગીરી બની રહે તે પ્રકારનું ભવ્ય આયોજન ડાયમંડ કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ડાયમંડ બુર્સનું ઓપનિંગ ઐતિહાસિક બની રહેશે
ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુરભાઈ સવાણીએ જણાવ્યું કે, આખી કમિટી દ્વારા હવે નિર્ણય લેવાયો છે કે, ટૂંક સમયની અંદર જ ડાયમંડ બુર્સનું ઓપનિંગ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ ડાયમંડ બુર્સના ઓપનિંગમાં હાજર રહેશે. થોડા દિવસ બાદ તેના તારીખની પણ જાહેરાત કરવામાં આવશે. 4000 કરતા વધુ છે. ઓફિસો છે. તેમાં એક સાથે કુંભ ઘડો મુકાય તેના માટેનું અમે ખૂબ મોટા પાયે આયોજન કરી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને કળશ યાત્રાનું આયોજન કરીશું. જે ઐતિહાસિક બની રહેશે. ડાયમંડ બુર્સ શરૂ થતાની સાથે જ સુરતના ડાયમંડ ઉદ્યોગને ખૂબ મોટો લાભ થવાનો છે. વિશ્વના ફલક ઉપર સુરત શહેરની એક અલગ ઊભી થવા જઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.