તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:3 વર્ષે પણ જીએસટીની આટીઘૂંટી ન ઉકેલાતા 26મીએ બંધનું એલાન

સુરત22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કેટના સમર્થનમાં ટ્રાન્સપોર્ટ વેલફેર એસો. ચકકાજામ કરશે

3 વર્ષ પછી પણ GSTની આંટીઘૂટીઓ ન ઉકેલાતા વેપારીઓ 26મી ફેબ્રુ.એ દેશવ્યાપી હડતાળ પાડશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતીયા, રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ તથા ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ પ્રદીપ સિંઘલે ભારત બંધનું એલાન આપ્યું છે.

ટ્રાન્સપોર્ટર્સ પણ હડતાળના સમર્થનમાં ચક્કજામ કરશે. ઓલ ઈન્ડિયા ટ્રા્નસપોર્ટ વેલફેર એસોસિએશન ટ્રકો દોડા‌વશે નહીં. ભરતીયા તથા ખંડેલવાલે જીએસટી કાઉન્સિલ પર આક્ષેપ કરતાં કહ્યું કે, અંગત સ્વાર્થ માટે જીએસટી કાઉન્સિલે કાયદાને વિકૃત બનાવી દીધો છે. જીએસટી સંપૂર્ણપણે એક નિષ્ફળ કાયદો બની ગયો છે.

જીએસટીના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ કરવામાં આવી છે. દેશમાં વેપારીઓ વેપાર કરવાના બદલે જીએસટીનું પાલન કરવામાં દિવસ-રાત વીતાવી રહ્યાં છે. જે દેશની અર્થવ્યવસ્થાને પાંગળી બનાવી રહી છે. છેલ્લાં ચાર વર્ષમાં જીએસટીના કાયદામાં 937 ફેરફાર અને સુધારા થયા છે. વારંવાર રજૂઆત છતાં જીએસટી કાઉન્સિલમાં હજુ સુધી કૈટ દ્વારા કરાયેલી વિનંતીઓ પર ધ્યાન અપાયું નથી. દેશભરના લોકોને આ અંગે વાકેફ કરવા માટે ભારત બંધનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો