અંકલેશ્વરના 27 વર્ષીય મુસ્લિમ યુવકને બાઈક અકસ્માતને લઈ માથામાં ગંભીર ઇજાઓ થતાં સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ડોક્ટર દ્વારા તેને બ્રેઈન ડેડ જાહેર કરાતા પરિવારને અંગદાન માટે સમજાવાયું હતું. પરિવારે યુવકના અંગોનું દાન કરવા માટે સંમતિ આપી હતી. જેને યુવકના બે કિડની એક લીવર અને સ્વાદુપિંડ મળી ચાર અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં પ્રથમ વખત સ્વાદુપિંડના અંગનું દાન કરવામાં આવ્યું છે.
બાઈક અકસ્માતમાં યુવક બ્રેઈન ડેડ થયો
સુરત સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક બ્રેઈન ડેડ દર્દીનો અંગદાન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના કોસમડી ગામ ખાતેના રહેતા 27 વર્ષીય યુવક સદ્દામ ખમીશા પઠાણ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરતો હતો. ત્યારે ગત શનિવારના રોજ સદ્દામ પઠાણ બાઈક પર જઈ રહ્યો હતો. દરમિયાન અકસ્માતનો ભોગ બન્યો હતો. યુવકનો કોણ ગામ બસ સ્ટેન્ડ પાસે વાલિયા રોડ ખાતે બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત થયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોડી રાત્રે સિવિલમાં એડમિટ કરાયો હતો. જ્યાં બે દિવસની સારવાર બાદ સોમવારે મોડી રાત્રે સિવિલના ડોક્ટરો દ્વારા સદ્દામ પઠાણને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો.
સિવિલ તંત્ર દ્વારા અંગદાન માટે પરિવારને સમજાવાયું
27 વર્ષીય મુસ્લિમ યુવક સદ્દામ પઠાણને સિવિલના ન્યુરો સર્જન ડોક્ટરો દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરી દેવાતા પરિવારને તેના અંગદાન કરવા માટે સમજાવવામાં આવ્યું હતું. ડોક્ટરો દ્વારા યુવકના અંગો બીજાને ઉપયોગી થઈ શકે છે અને નવું જીવન આપી શકે છે. તે અંગે સમજાવવામાં આવતા પરિવારના સભ્યોએ અંગદાન કરવા માટેની સહમતિ આપી હતી.
ચાર અંગોનું દાન કરાયું
યુવકના પરિવારને અંગોનું દાન કરવા માટે ડોક્ટરોને સંમતિ આપ્યા બાદ ડોક્ટર હોય તે અંગે તૈયારીઓ શરૂ કરી હતી. ત્યારે બ્રેઈન ડેડ સદ્દામ પઠાણે ચાર લોકોને નવું જીવનદાન આપી શકે તે રીતે એનો અંગનું દાન કર્યું હતું. સદ્દામ પઠાણના ચાર અંગોનું દાન સિવિલ પ્રશાસનને કરવામાં આવ્યું હતું. બે કિડની એક લીવર અને એક સ્વાદુપિંડનું દાન પરિવાર દ્વારા સદ્દામ પઠાણના અંગનું દાન કરાયું હતું. જેને લઇ ચાર લોકોને નવું જીવનદાન મળશે
સિવિલમાં પ્રથમ વખત સ્વાદુપિંડનું દાન કરાયું
બ્રેઇન ડેડ સદ્દામ પઠાણ દ્વારા ચાર અંગોનું કરાયેલ દાન અંગે સિવિલ સુપ્રીડેન્ટ ગણેશ ગોવે કરે જણાવ્યું હતું કે, સિવિલમાંથી અત્યાર સુધીમાં કુલ 19 દર્દીઓના અંગોનું દાન કરવામાં આવ્યું છે. 27 વર્ષીય શનિવારે રાતે બાઈક પરથી સ્લીપ થઈ ગયા બાદ હેડ ઈન્જરીને લઈ સોમવારે રાતે યુવકને અમારા દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો. ત્યારબાદ તેના પરિવારોને અંગોનું દાન કરવા માટે સમજાવ્યું હતું. ત્યારે પરિવારની સમજૂતી મળતા યુવકના ચાર અંગોનું દાન સિવિલને મળ્યું હતું. જેમાંથી બે કિડની એક લીવર અને એક સ્વાદુપિંડનું દાન યુવકના પરિવાર દ્વારા સિવિલમાં કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં સિવિલમાં પ્રથમ વખત સ્વાદુપિંડનું દાન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી હાર્ટથી લઈ કિડની, આંખ સહિતને જુદા જુદા અંગોનું દાન મળ્યું છે. પરંતુ સ્વાદુપિંડનું દાન સિવિલ દ્વારા પ્રથમ વખત કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.