તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોકડું ગુંચવાયું:60થી વધુ ઉંમરના અનિતા દેસાઇ, લક્ષ્મણ બેલડીયાના મોંમાંથી કોળિયો છીનવાયો,વોર્ડ નંબર-11નું કોકડું ગુંચવાયું

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ભાજપા પાર્લામેન્ટરી બોર્ડએ અમલી બનાવેલા નિયમોમાં 60 વર્ષથી વધુ ઉંમરના દાવેદારોને ટિકિટ માટે ગેરલાયક કરાયા હોય આવા ઉમેદવારોને ટિકિટ ફાળવી દેવાઇ હોય ભારે વિવાદ ઉઠ્યો છે. તેને પગલે શુક્રવારે આવા બે જાહેર ઉમેદવારોને આખરે બદલવા પડ્યાં છે.

શિસ્ત અને નિયમોના આગ્રહી ભાજપાએ જાહેર કરેલા ઉમેદવારોમાં વોર્ડ નં-6 કતારગામમાં સિટિંગ કોર્પોરેટર અનિતાબેન યશોધર દેસાઈ 60 વર્ષથી વધુ ઉંમર હોય તેમને બદલ્યા છે. તેમને સ્થાને સોનલબેન દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. તેમજ વોર્ડ નં-14 ના ઉમેદવાર લક્ષ્મણ બેલડિયા પણ 60થી વધુ ઉંમરના હોય તેમને પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની સૂચનાથી બદલવામાં આવ્યા છે અને તેમને સ્થાને નરેશ ધામેલીયાને ઉમેદવારી પત્રક આપવામાં આવ્યાં છે.

વોર્ડ નં. 25ના ઉમેદવાર પ્રકાશ વાકોડિકરની પણ ઉંમર 60 વર્ષથી વધુ: વોર્ડ નંબર 25ના ઉમેદવાર પ્રકાશ ગજાનન વાકોડિકરની પણ ઉંમર 60 વર્ષથી વધુ હોય તેમને પણ મોડી સાંજે અંબાનગર ખાતે તેડાયા છે અને ગતિવિધી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

ભાજપ પક્ષ એકમાત્ર વોર્ડ નં-11 અડાજણ-ગોરાટમાં બેઠક માટે માત્ર જૈન સમાજના જ વ્યક્તિને ટિકિટ ફાળવવામાં આવનાર છે. ડેપ્યુટી મેયર નિરવ શાહના નજીકના કોઈ વ્યક્તિ કે સંબંધી ક્યાં તો જૈન સમાજના અને ભાજપના મીડિયા કન્વિનરની વચ્ચે કશ્મકશ થઈ રહી હોવાનું કહેવાય રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો