• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Aniket And Nikita From Surat Are Ranked 9th In The Country In CS course, 310 Out Of 400 By Aniket And 541 Out Of 800 By Nikita.

પરિણામ:CS-કોર્સમાં સુરતના અનિકેત અને નિકીતા દેશમાં 9મા ક્રમે, અનિકેતના 400માંથી 310, નિકીતાના 800માંથી 541

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાઉન્ડેશન-એક્ઝિક્યુટિવ પરીક્ષાનું પરિણામ

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાની કંપની સેક્રેટરીની ફાઉન્ડેશન અને એક્ઝિક્યુટિવની પરીક્ષાનું પરિણામ બુધવારે જાહેર થયું હતું. જેમાં ફાઉન્ડેશનમાં સુરતનો અનિકેત પંચાલ અને એક્ઝિક્યુટિવમાં સુરતની નિકીતા ચંદવાણી દેશમાં નવમા નંબરે આવ્યા છે. આ સાથે આ બન્ને વિદ્યાર્થી શહેરમાં પહેલા નંબરે રહ્યા છે.આ અંગે ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના સુરત ચેપ્ટરના રતેશ કુમારે જણાવ્યું હતું કે કંપની સેક્રેટરીની ફાઉન્ડેશનની પરીક્ષા 13 અને 14 ઓગસ્ટ, 2021ના દિવસે યોજાઈ હતી. જેમાં માત્ર 20 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

જ્યારે એક્ઝિક્યુટિવની પરીક્ષા 10 અને 20 ઓગસ્ટ, 2021ના દિવસે યોજાઈ હતી. જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.આ બંને પરીક્ષાઓનું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફાઉન્ડેશનમાં શહેરના અનિકેત પંચાલે 400માંથી 310 માર્ક્સ મેળવ્યા છે. તે સાથે ઓલ ઇન્ડિયા રેન્ક નવમો હાંસીલ કર્યો છે. એ જ રીતે એક્ઝિક્યૂટિવમાં નિકીતા ચંદવાણીએ 800માંથી 541 માર્ક્સ મેળવવા સાથે ઓલ ઇન્ડિયા રેન્ક નવમો હાસીલ કર્યો છે. જો કે, આ બન્ને વિદ્યાર્થી શહેરમાં પહેલા નંબર પર રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...