અમદાવાદ રહેતા દિનેશકુમાર બગરેજાની 8 વર્ષીય મુમુક્ષુ આંગી બગરેચા આજે સુરતમાં પાલ ખાતે ગુરૂરામ પાવન ભૂમિ ખાતે દીક્ષા લેશે. જે અંતર્ગત 23મી એપ્રિલે આંગીનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો. આંગી લોકડાઉન દરમિયાન સુરતામાં આવી હતી. ત્યારે તે ગચ્છાધિપતિ વિજય હેમપ્રભુસૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિક્રમણ તેમજ જૈન સમાજના ઘણા પુસ્તકો વાંચી તેમાંથી ધ્યાન પ્રાપ્ત કર્યું હતું.
ત્યારબાદ તેના મનમાં દીક્ષા લેવાની ભાવના જાગૃત થઈ હતી. મુમુક્ષુ આંગી કુમારીની વર્ષીદાન યાત્રા ગુરૂરામ પાવનભૂમિથી નીકળી રાજહંસ એલીટા થઈને પરત ગુરૂરામ પાવન ભૂમિ ખાતે સંમન્ન થઈ હતી. આંગી આજે સવારે 8 વાગ્યે તે ગચ્છાધિપતિ આ. હેમપ્રભુસૂરિશ્વરજીની નિશ્રામાં દીક્ષા લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.