તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:લિંબાયતના આંગણવાડી વર્કરોને રેડઝોનમાં કામગીરી અપાતાં રોષ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

લિંબાયતમાં આંગણવાડી વર્કરોને સર્વેની કામગીરી સોંપાતા વર્કર બહેનોમાં રોષ ફેલાયો છે. સેન્ટર પર મીટીંગ કરી માસ્ક, સેનેટાઈઝર અને ગ્લોવ્ઝ વગર કામગીરી કરાવાઈ હતી. લીંબાયતમાં કોરોનાના કેસ મોટીસંખ્યામાં નીકળતા સમગ્ર વિસ્તાર સીલ કરાયો છે. એવામાં આ વિસ્તારમાં આંગણવાડીની બહેનોને સર્વેની કામગીરી સોંપાતા બહેનોમાં રોષ ફેલાયો હતો. કેટલાક વિસ્તારોમાં બહેનોને માસ્ક, સેનેટાઈઝર કે ગ્લોવ્ઝની પણ વ્યવસ્થા કરાઈ ન હતી. કામગીરી સોંપતા પહેલા તમામને બોલાવી પાલિકાના કમિશનરના આદેશથી કામગીરી શરૂ કરવા જણાવાયું હતું. અગાઉ આશાવર્કર બહેનોના યુનિયન તરફથી પણ પાલિકા કમિશનરને રજૂઆત કરી કામગીરી ન આપવા માગ કરાઈ હતી. તેમ છતાં કામગીરી અપાઈ હતી. 

યુનિયને પણ આ અંગે રજૂઆત કરી હતી
આશા વર્કર બહેનોને રેડઝોનમાં કામગીરી નહીં સોપવા યુનિયને પણ રજૂઆત કરી હતી, પરંતુ ત્યારે યુનિયનની વાત પણ સાંભળી ન હતી. હવે પાલિકા કમિશનરના આદેશ થતાં કામગીરી શરૂ કરી દેવાઈ છે. અમે અમારાથી રખાતી બધી સાવચેતી સાથે બહેનોને મોકલીએ છીએ. - શારદાબેન ધોલમ, સી.ઓ.પી.ડી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો